ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના સેઢાખાઈ ગામે હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. ભાણવડ તાલુકાનું શેઢાખાઈ ગામમાં રહેતા 24 વર્ષીય યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના યુવકે આજથી દોઢેક વર્ષ પહેલા શેઢાખાઈ ગામના જ ઈશા અબુ દેથાની પુત્રી રઝમા નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતાં બન્નેએ ઘરેથી ભાગી પ્રેમ લગ્ન કરી ગામથી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ લગ્ન બાદ પણ બંને પ્રેમી પંખીડાની કોમ અલગ અલગ હોય યુવતીના પરિવારજનો આ લગ્નથી વિરોધ હતા.
આ આગાહી તો સાચી પડી, હવે અંબાલાલની ફરી નવી આગાહી! જાણો ગુજરાત પર કયું મોટું સંકટ આવશે
હાલ દોઢ વર્ષ જેટલો સમય વીત્યા બાદ યાજ્ઞિક અને રમઝા ઘરે દોઢ મહિના પહેલા એક પુત્રીનો જન્મ થતાં બંને યુવક યુવતી પોતાના ગામ પોતાના ઘરે શેઢાખાઈ મુકામે પરત આવ્યા હતા. ત્યારે હાલ યુવતીના ભાઈ નામે 1. સાજીદ ઈશા દેથા તથા 2. સલીમ દેથા, 3. જૂમા દેથા, 4. આદમ મુસા, 5. ઓસમાન મુસા, 6. હોથી દેથા દ્વારા યાજ્ઞિક દુધરેજીયા જ્યારે સેઢાખાઈ ગામમાં બહાર નીકળ્યો અને એકલો હોય તેવો સમય પસંદ કરી 6 જેટલા યુવતીના પરિવારજનોના 24 વર્ષીય યુવક યાજ્ઞિક દુધરેજીયા પર જીવલેણ હુમલો કરી ધોકા, કુહાડી, લોખંડના પાઇપ તેમજ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવકને માર મારતા યુવકનું મોત નીપજ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં આફત બન્યો વરસાદ! આ જિલ્લામા ચારેબાજુ તબાહી જ તબાહી, જનજીવન પ્રભાવિત
આ રીતે ગુનો આચરી તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ભાણવડ પોલીસ સ્ટેશનમાં ખૂનની કલમો ઉમેરી ફરિયાદ નોંધાતા દ્વારકા જિલ્લા એલસીબી, એસઓજી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, તેમજ ભાણવડ પોલીસની ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. દોઢ માસની માસુમ બાળકીને હાથમાં રાખી મૃતક યાજ્ઞિકની પત્ની સરકાર પાસે ગુનેગારોને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી રહી હતી.
200 વર્ષ બાદ બનશે શક્તિશાળી ત્રણ રાજયોગ, આ જાતકો ખુબ કમાણી કરશે, સુખ-સમૃદ્ધિ વધશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે