Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં રીક્ષા ચાલકે બાઈક ચાલક યુવાન સાથે ખેલ્યો લોહિયાળ જંગ, કારણ હતું માત્ર આટલું!

નરોડા પોલીસ સ્ટેશન ની ફરિયાદ બુકમાં નોંધાયેલ હત્યાના બનાવની વાત કરવામાં આવે તો મનોજ ગીધવાણી બાઈક લઈને ઘરના કામ અર્થે નરોડા વિસ્તારમાં ગયા હતા. ત્યારે એક રીક્ષા ચાલક સાથે ઝગડો થયો હતો.

અમદાવાદમાં રીક્ષા ચાલકે બાઈક ચાલક યુવાન સાથે ખેલ્યો લોહિયાળ જંગ, કારણ હતું માત્ર આટલું!

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. નરોડામાં રીક્ષા ચાલક અને બાઈક ચાલક વચ્ચે ઝગડો થતા રીક્ષા ચાલકે છરીના ઘા મારી બાઈક ચાલક યુવકની હત્યા કરી નાખી છે. 

fallbacks

અંબાલાલે તો હવે ભારે કરી! શું ગુજરાતમાં આ વિસ્તારોમાં આવી શકે છે ખતરનાક પૂર?

ગઈ રાત્રે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનોજ ગીધવાણી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જે કાર ચલાવવાનું કામ કરતો હતો. નરોડા પોલીસ સ્ટેશન ની ફરિયાદ બુકમાં નોંધાયેલ હત્યાના બનાવની વાત કરવામાં આવે તો મનોજ ગીધવાણી બાઈક લઈને ઘરના કામ અર્થે નરોડા વિસ્તારમાં ગયા હતા. ત્યારે એક રીક્ષા ચાલક સાથે ઝગડો થયો હતો. જે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે રીક્ષા ચાલક ભાવેશ ભાવસારે છરીના એક બાદ એક ઘા મારીને મનોજ ગીધવાણીની હત્યા કરી નાખી હતી. ઈજાગ્રસ્ત મનોજ ગીધવાણીને સારવાર અર્થે અસારવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?

આ હત્યાના બનાવ બાદ નરોડા પોલીસ ઘટનાના સ્થળ પહોંચીને તપાસ શરુ કરી હતી. ત્યારે ગણતરીના કલાકમાં હત્યા કરનાર રીક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી લેવામાં આવી હતી. નરોડા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે રીક્ષા ચાલક ભાવેશ ભાવસાર અને બાઈક ચાલક મૃતક મનોજ ગીધવાણી બંને એક જ તરફથી આવી રહ્યા હતા અને કોઈ પણ કારણ વગર મૃતક મનોજ ગીધવાણીએ રીક્ષા ચાલક સાથે ઝગડો શરુ કરી દીધો હતો, ત્યારે જ રીક્ષા ચાલકે છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. હાલ નરોડા પોલીસે આરોપી ભાવેશ ભાવસારની ધરપકડ કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More