Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતનો આ વિસ્તાર બન્યો ગુનાખોરીનું એપીસેન્ટર! છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી 18 વર્ષીય યુવકની હત્યા

સુરતના કડોદરા વિસ્તાર દિવસે દિવસે ગુનાઓ અને ગુનેગારો માટે આશ્રય સ્થાન બની રહ્યો છે. રોજે રોજ કોઈકને કોઈક ગુનાઓ આ વિસ્તારમાં બનતા રહે છે. ગઈકાલે પણ એક 5 દિવસથી ગુમ 10 વર્ષીય બાળકીની લાશ મળી આવી હતી.

સુરતનો આ વિસ્તાર બન્યો ગુનાખોરીનું એપીસેન્ટર! છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી 18 વર્ષીય યુવકની હત્યા

સંદીપ વસાવા/કડોદરા: સુરત જિલ્લાના પલસાણાના કડોદરા વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. અન્યોની બબાલમાં વચ્ચે પડેલા યુવકને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં એક જુવેનાઇલ સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

fallbacks

વલસાડમાં ભાજપના આયાતી ઉમેદવાર વિરુદ્ધ મોરચો, પત્રિકા કાંડા બાદ હવે નવો પત્ર આવ્યો

સુરતના કડોદરા વિસ્તાર દિવસે દિવસે ગુનાઓ અને ગુનેગારો માટે આશ્રય સ્થાન બની રહ્યો છે. રોજે રોજ કોઈકને કોઈક ગુનાઓ આ વિસ્તારમાં બનતા રહે છે. ગઈકાલે પણ એક 5 દિવસથી ગુમ 10 વર્ષીય બાળકીની લાશ મળી આવી હતી. પોલીસ તેની તપાસમાં લાગી છે ત્યાં તો સાંજે કડોદરા ચાર રસ્તા નજીક આવેલા અરિહંત પાર્ક વિસ્તારમાં યુવકનું ચપ્પુના ઘા ઝીકી ઢીમ ઢાળી દેવાયું. 

7th Pay Commission: 30 માર્ચે કેન્દ્રીય કર્મચારીઓની હોળી! એક સાથે મળશે ઘણી ખુશખબર

અરિહંત પાર્ક વિસ્તારમાં રહેતો અને માથાભારેની છાપ ધરાવતો માત્ર 18 વર્ષનો શિવમ નામનો યુવક પોતાના પરિચિતના ઘરે બેઠા હતો. દરમ્યાન પરિચિત પરિવારની મહિલાના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ત્રણ લોકો બબાલ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પરિચિત મહિલાનો દીકરો ત્યાં જવા નીકળતો હતો, તેની સાથે શિવમ પણ ગયો હતો.

આંદ્રે રસલની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, ફિગર જોઈ થઈ જશો ફિદા

જોકે અન્ય લોકોની સામાન્ય બબાલમાં શિવમ પડતા બબાલ કરી રહેલા વિશાલ નામના યુવકે શિવમને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા અને અને ત્રણેય યુવકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જોકે સ્થાનિકો શિવમને તરત જ હોસ્પિટલે સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ શિવમનું મોત નીપજ્યું હતું. 

શનિ દેવ કરશે ગુરૂના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોનો શુભ સમય શરૂ, જીવનમાં કરશે પ્રગતિ

સમગ્ર ઘટનાને લઇ ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ફરાર તમામ યુવકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં હત્યા અંગે ગુનાની કબૂલાત કરી પોલીસે આરોપીઓને ઝબ્બે કરી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

'મર્ડર' થી 'ટાઈગર 3' સુધી, ઈમરાન હાશ્મીએ દરેક વખતે દર્શકોને ચોંકાવ્યાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More