Junagash News: જૂનાગઢ જિલ્લાના વિશળ હડમતીયા ગામે બે દિવસ પહેલા એક પરિવારના મકાનના ચાલવાના રસ્તા આડે બેલાના પથ્થર મૂકી બંધ કરાયો હતો. જેને વિસાવદર આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટલીયા અને કાર્યકરોએ હટાવી રસ્તો ખુલ્લો કરતા વિવાદનો વંટોળ જાગ્યો હતો. જ્યારે આ ઘટનાને પગલે ટીડીઓ, તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે ગ્રામજનોએ ફરી બેલા મુકી દરવાજો બંધ કરી કરી દીધો હતો. જેથી આજે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ કાર્યકરો વિશળ હડમતીયા પહોંચ્યા હતા.
જ્યારે ભેંસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ઉપસરપંચ ભૂપત માવલિયાએ જણાવ્યું કે, અલગથી આ જગ્યાને બિનખેતી કરી રસ્તો બનાવી નાખ્યો છે અને હાલ આ મેટર કોર્ટમાં ચાલી રહી છે. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે, આ આઠ વર્ષથી વિવાદ ચાલ્યો આવે છે, ત્યારે આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા અહીં આવી ગામની શાંતિ ડહોડવાની કોશિશ કરી અને ભાજપ પાર્ટીને ગુંડા કહી વિવાદને મોટું સ્વરૂપ આપ્યું છે.
જ્યારે ટીડીઓએ જણાવ્યું કે, આ મુદ્દે બન્ને પક્ષકારો કોર્ટમાં ગયા છે, જે 2022થી કોર્ટમાં કેસ ચાલે છે અને જ્યાં સુધી કોર્ટની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તંત્ર હસ્તક્ષેપ નથી કરી શકતું. હાલ 6 ઓગસ્ટના રોજ કોર્ટની તારીખ હોવાથી હાલ મામલો શાંત પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે