Morbi News: મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા ચર્ચાનું કેન્દ્ર બની છે, પરંતુ કોઈ રાજકીય નીતિ કે વચનોને લઈને નહીં, બલ્કે એક લાફાકાંડને કારણે ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ જન્મ્યો છે. આ વિવાદ આપની સભામાં એક વ્યક્તિને લાફો મારવાને કારણે થયો છે.
12-13 ઓગસ્ટે આકાશમાંથી દર કલાકે પડશે 150 ઉલ્કાપિંડ, ગુજરાતમાં પણ થશે ઉલ્કાનો વરસાદ !
સોમવારે મોરબીના રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીના 'ગુજરાત જોડો અભિયાન' હેઠળ યોજાયેલી સભામાં એક યુવકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલ અને યમુના નદીની સફાઈ અંગે સવાલ પૂછ્યો. પરંતુ આ સવાલના જવાબમાં આપના કાર્યકરે યુવકને લાફો ઝીંકી દીધો. આ લાફાકાંડને ઈસુદાન ગઢવીએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું તો, ભાજપે કહ્યું કે, ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવું એ આમ આદમી પાર્ટીની ફિલસૂફી છે.
પુતિનને પાયમાલ કરવા માટે NATO નો નવો પેંતરો, અમેરિકા પણ આ 'ગેમપ્લાન'માં સામેલ
આ ઘટનાએ વિવાદને વધુ હવા આપી જ્યારે આપના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે ધમકીભર્યા ટોનમાં કહ્યું,"અમારો કાર્યકર તમાચો મારશે, અમને કોઈનો ડર નથી." આ નિવેદનથી રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓએ જન્મ લીધો છે. પીડિત યુવકે આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પગલાં ભર્યાં છે. સોશિયલ મીડિયા પર આ ઘટના સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને ઘણા પૂછી રહ્યા છે - શું લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો છે?
કેવી રીતે થશે આવક બમણી ? ગુજરાતના દરેક ખેડૂતના માથે છે રૂપિયા 56 હજારનું દેવું
મોરબીનો આ લાફાકાંડ ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ ઉભો કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો આ ઘર્ષણ આગામી દિવસોમાં કયું વળાંક લેશે, તે તો સમય જ બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે