Gujarat Politics : ભાજપનું લોટસ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પક્ષપલટાની મોસમમાં રોજ કોઈને કોઈ નેતા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે એક મહિના પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. ત્યારે AAPના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા છે. જૂનાગઢમાં સીઆર પાટીલના હસ્તે ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા હતા.
કોણ છે ભૂપત ભાયાણી?
તો ભૂપત ભાયાણી બાદ આવતી કાલે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા ભૂપત ભાયાણી બાદ ચિરાગ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓ પણ આવતીકાલે કેસરિયા કરવા જઈ રહ્યાં છે.
લગ્ન તો ન થયા, પણ સાથે મોત આવ્યું! લગ્નના બે મહિના પહેલા અકસ્માતમાં યુવક-યુવતીનુ મોત
કોણ છે ચિરાગ પટેલ?
લોકસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીને ઝટકો
આજે એક તરફ ભૂપત ભાયાણીએ પક્ષપલટો કર્યો છે, તો બીજી તરફ, AAP ગુજરાતમાંથી રોહિત ભુવાએ રાજીનામું આપ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રોહિત ભુવાએ જેતપુર - જામકંડોરણાથી આપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આપની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામુ આપ્યું છે. સાથે જ પોરબંદર લોકસભા ઈન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓએ અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે ભાયાણીને પગલે રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શકયતા નકારી શકાય નહિ.
અમદાવાદની હોસ્પિટલની અનોખી પહેલ : ત્યજી દેવાતા નવજાત માટે પારણું મૂકાયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે