Home> Gujarat
Advertisement
Prev
Next

અબડાસાના MLA પી એમ જાડેજાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિધાનસભામાં ચૂંટાઈ આવનારા બધા ધંધાદારીઓ'

કચ્છના અબડાસા(Abdasa)ના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (P M Jadeja)ના નિવેદનનો એક વીડિયો હાલ વાઈરલ થયો છે. જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યાં છે કે તેમને પોતાને ધારાસભ્ય બન્યાનો અફસોસ છે.

અબડાસાના MLA પી એમ જાડેજાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિધાનસભામાં ચૂંટાઈ આવનારા બધા ધંધાદારીઓ'

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: કચ્છના અબડાસા(Abdasa)ના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (P M Jadeja)ના નિવેદનનો એક વીડિયો હાલ વાઈરલ થયો છે. જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યાં છે કે તેમને પોતાને ધારાસભ્ય બન્યાનો અફસોસ છે. ધારાસભ્યોના કામો જોઈને તેમણે બધાને ધંધાધારી ગણાવ્યાં. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને આવનારા બધા ધારાસભ્યો ધંધાદારી છે. વિધાનસભામાં આવનાર કોઈ કોઈનું નથી. તેમણે કહ્યું કે કોઈ ધર્મનું નથી કોઈ પક્ષનું નથી. ફક્ત પોતાના ધંધાનું વિચારે છે.

fallbacks

મહીસાગર: માતાએ 3 પુત્રીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા પંથકમાં હાહાકાર મચ્યો, ચારેયના મોત

જુઓ VIDEO

વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય એક કાર્યક્રમમાં બળાપો કાઢતા જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે સૌ ધંધાદારીઓ છે અને પોતાના ધંધાનું વિચારે છે. તેમને પોતાને પણ ધારાસભ્ય બનવાનો અફસોસ છે. તેમણે કહ્યું કે મને એવું સપનું હતું કે ચૂંટાઈને કઈંક કરીશ. મને ટિકિટ મળી અને હું ચૂંટાઈ પણ ગયો પણ ત્યાં જઈને મને ખુબ અફસોસ થયો. કારણ કે કોઈ કોઈનું નથી. કોઈ ધર્મનું નથી કોઈ પક્ષનું નથી. ફક્ત પોતાના ધંધાનું વિચારે છે. આ હકીકત છે. 

જુઓ LIVE TV

અબડાસાના ધારાસભ્યનું આ નિવેદન વિચારતા કરી મૂકે તેવું છે. આખરે જનતા જેને પોતાના પ્રતિનિધિ બનાવીને મોકલે છે તે જનપ્રતિનિધિ જ્યારે આવી રીતે વાત કરે તો વિચારવું પડે કે જનતાના લાભમાં કઈ રીતે કામ થઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More