Home> Gujarat
Advertisement
Prev
Next

પિતાની બાજુમાં રમી રહેલી 4 વર્ષની બાળકીનું અપહરણ; CCTVની મદદથી આરોપી ઝડપાયો!

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયખડ ચાર રસ્તા નજીક 2 જૂન 2024ના રોજ વહેલી સવારે 06:00 વાગ્યા આસપાસ ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જે ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. 

પિતાની બાજુમાં રમી રહેલી 4 વર્ષની બાળકીનું અપહરણ; CCTVની મદદથી આરોપી ઝડપાયો!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પહેલા બાળકીના થયેલા અપહરણના ગુનામાં સીસીટીવીની મદદથી આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પિતાની બાજુમાં રમી રહેલી ચાર વર્ષની બાળકીનું યુવકે અપહરણ કર્યું હતું. બાળકી બીજા દિવસે સહી સલામત મળી આવી હતી. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

fallbacks

આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોત

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ગિરફ્તમાં દેખાતા શખ્સનું નામ બગદારામ ઉર્ફે પ્રકાશ પ્રજાપતિ છે. આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોરનો રહેવાસી છે અને ઘણા સમયથી અમદાવાદમાં વસવાટ કરે છે. અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયખડ ચાર રસ્તા નજીક 2 જૂન 2024ના રોજ વહેલી સવારે 06:00 વાગ્યા આસપાસ ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જે ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. 

કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં સૌથી મોટો ખતરો

આ ઘટનાને લઈને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે CCTV ના આધારે બાળકી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે બીજા દિવસે બાળકી કાલુપુર રેલવે સ્ટેશન સામે ના ત્રણ રસ્તા પાસેથી મળી આવી હતી. જેને મેડિકલ માટે મોકલીને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ તેજ કરી હતી. જોકે આ ગુનામાં સામેલ આરોપી અંતે વાસણા APMC પાસેથી ઝડપાયો છે. 

ગોંડલના ભાજપ ધારાસભ્યના પુત્રની ધરપકડ; ભુલનો કોઈ અફસોસ નહીં, પોલીસ સંકજામાં હસતો....

પકડાયેલા આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતું ભટકતું જીવન ગુજારે છે. આ ઘટના બની તે દિવસે તે બાળકીનું રાયખડ ચાર રસ્તા પાસેથી અપહરણ કરીને લઈ જઈ અલગ અલગ વિસ્તારમાં ઓટો રિક્ષામાં ફર્યો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ તે દુષ્કર્મ ગુજારવા માટે યોગ્ય જગ્યા શોધી રહ્યો હતો પરંતુ કલાકો વીતી જવા થી બાળકી રડવા લાગતા તે બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?

આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ મણીનગર, કાગડાપીઠ, એલીસબ્રીજ, કારંજ તેમજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની કસ્ટડી મેળવી તેની વધુ તપાસ અને શરૂ કરી છે. તેણે અગાઉ આવા કોઈ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેને લઈને પણ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More