Home> Gujarat
Advertisement
Prev
Next

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરનાર અભી જીરાનો વીડિયો વાયરલ

આ વીડિયોમાં અભી જીરાએ આ હાર્દિક અને અલ્પેશને કેટલાક સવાલો પણ કર્યાં છે. વીડિયોમાં કહ્યું કે, જે થતું હોય તે કરી લેજો..

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરનાર અભી જીરાનો વીડિયો વાયરલ

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પર સોમવારે (11 જૂન) હુમલો થયો હતો. આ હુમલો કરનાર અભી જીરાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અભી જીરાએ આ હાર્દિક અને અલ્પેશને કેટલાક સવાલો પણ કર્યાં છે. વીડિયોમાં કહ્યું કે, જે થતું હોય તે કરી લેજો..

fallbacks

અભી જીરા પોતાના વીડિયોમાં બોલી રહ્યું છે કે, મારે જે વહીવટ હતો તે પૈસા લેતી-દેતીનો હતો. મારો કોઇ પાટીદાર પક્ષ, ભાજપ, કોંગ્રેસ સાથે કોઇ લેતી દેતી નથી.મારે ખાલી પૈસાના વહીવટને લઇ અલ્પેશ કથિરિયા અને તેના ભાઇએ મને અપશબ્દો બોલ્યા એટલે મે રકઝક કરી,હું નેતા નથી હું નેતા થવાનો પણ નથી...પણ એ નેતા છે તો 14 લોકો મરી ગયા તો તેનો હિસાબ મને કે, કે કોના લીધે મરી ગયા, અનામતના લીધે મરી ગયા,અનામત મળી ગયુ,હિસાબ છે તમારી પાસે, તો હું બેઠો છું હું લડવા અને પગે લાગવા તૈયાર છું અનામત મળી જતું હોય તો, 5 હજારની કોઇએ સહાય કરી હાર્દિક પટેલ કે અલ્પેશ કથિરિયા બોલે કે 5 હજારનું ક્યાં દાન આપ્યું.વિઠ્ઠલભાઇ અને મહેશભાઇની તમે ઇજ્જાત કાઢો, તમે જે હોબાળો કર્યો ખાલી પૈસાની લેતી-દેતીમાં એ મારે અને અલ્પેશના ભાઇ સાથે,તેણે મને અપશબ્દો બોલ્યા એનો વહીવટ હતો,પણ તમે આટલું મોટું કરી નાખો. સુરતમાં રહીએ છીએ પટેલનો દિકરો અભી જીરા થતું હોય તે કરી લો. અલ્પેશ કથિરિયાને કેવાનું હજુ પડશે યાદ રાખજો ટોળું 100-200નું કુતરાનું બિલાડાનું હોય સિંહના ટોળાં ન હોય ગબ્બર એકલો હોય કે ગમે ત્યાં હોય ગબ્બરને પણ પડે, જે કરવું હોય તે અભી જીરા એકલો છે થતું હોય તે તોડી લેજો 200 નહીં 500નું ટોળું લેતા આવજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More