Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું

ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ABVP ના કાર્યકરોએ કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાના ફોટાવાળું પૂતળા લાવવામાં આવ્યું હતું. પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવામાં આવ્યું હતું.નાટક દરમિયાન પૂતળાના માથાના ભાગમાંથી 500 રૂપિયાની નોટ, કોંગ્રેસનો ખેસ અને કેટલાક કાગળ કાઢવામાં આવ્યા હતા. 

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ABVP ના કાર્યકરોએ કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાના ફોટાવાળું પૂતળા લાવવામાં આવ્યું હતું. પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવામાં આવ્યું હતું.નાટક દરમિયાન પૂતળાના માથાના ભાગમાંથી 500 રૂપિયાની નોટ, કોંગ્રેસનો ખેસ અને કેટલાક કાગળ કાઢવામાં આવ્યા હતા. 

fallbacks

અમેરિકાના ઈમિગ્રેશન નિર્ણય પર નીતિન પટેલે કહ્યું, રાજ્ય સરકારે તેમાં સીધુ કરવાનુ કંઈ થતુ નથી

ABVP એ વિવાદાસ્પદ નાટક ભજવતા પોલીસ દ્વારા આખરે તમામ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વીસી ચેમ્બરની નીચે વિરોધ પ્રદર્શનમાં આ નાટક ભજવાયું હતું. ABVP એ હવે જો ગુજરાત યુનિવર્સીટીના સત્તાધીશો માગ ના સ્વીકારે તો ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે. 

ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા 

આ અગાઉ વિરોધના ભાગરૂપે પ્રવેશશુદ્ધિ યજ્ઞ, રજીસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો એબીવીપી દ્વારા કરવામા આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂંક કરાઈ છે, તેઓને બદલવાની ABVP માંગ કરી રહ્યું છે. ગત વર્ષે યુનિવર્સિટી દ્વારા સરકારી બેઠકો પહેલા ખાનગી કોલેજોની બેઠકો ભરવામાં આવી હતી, જેનો વિરોધ કર્યો હતો. હવે આ વર્ષે પણ ABVP પ્રવેશ કમિટીના સભ્યો બદલવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More