મૌલિક ધામેચા /અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં(Ahmedabad Municipal Corporation) ટેક્સ વિભાગમાં(Tax Department) ફરજ બજાવતો સિનિયર ક્લાર્ક(Senior Clerk) લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના(ACB) છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. જુની આકારણી પ્રમાણે કામ કરવા માટે AMCના સિનિયર ક્લાર્કે રૂ. 25 હજારની લાંચ માગી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં અરવિંદ રાઠવા સિનિયર ક્લાર્કની પોસ્ટ પર નવા પશ્ચિમ ઝોન વિભાગમાં કામ કરે છે. ગોતા વિસ્તારમાં રહેતા એક નાગરિકની વડીલોપાર્જિત મિલકત આવેલી છે. આ મિલકતની નવેસરથી આકારણી કરવાનું જણાવીને એએમસીના સિનિયર ક્લાર્ક નાગરિકને મળ્યા હતા. સાથે જ ક્લાર્કે નાગરિકને કહ્યું કે, જો નવી આકારણી થશે તો તમારે વધુ ટેક્સ ભરવો પડશે. આથી જુની આકારણી પ્રમાણે તમારી મિલકત રાખવી હોય તો રૂ.25,000ની લાંચ આપવી પડશે.
વિદેશમાં નોકરી આપવવાના બહાને છેતરપીંડી કરનાર કેમરૂનીયન ગેંગના એક શખ્સનીં ધરપકડ
ડુંગળીના ભાવ અંગે અમદાવાદની મહિલાઓ અંગે ચર્ચા, જુઓ વીડિયો....
જાગૃત નાગરિકે આ અંગે લાંચ રુશ્વર વિરોધી બ્યૂરોનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું કે, તેની પાસે એએમસીના સિનિયર અધિકારીએ લાંચ માગી છે. આથી એસીપી દ્વારા ગોતા બ્રિજ પાસેની સૂરજ રેસ્ટોરન્ટ એન્ડ કેફે ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં એએમસીના ટેક્સ વિભાગના સિનિયર ક્લાર્કને રૂ.25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે