રઘુવીર મકવાણા/બોટાદ: બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર એ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે વધુ એક વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મોત થતા મૃત્યું આક ત્રણ થયો હતો. જ્યારે અકસ્માતની આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રીક્ષા અને પોલીસની વાન વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ વાન અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રીક્ષાના ભુક્કા બોલી ગયા હતા. રીક્ષા સેન્ડવીચ બની ગઇ હોય તેવું તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. રોડ પર પડેલી માટીના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે