Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ એરપોર્ટના ઇન્ટરનલ ટર્મિનલ-2માં ઇકો કાર ઘૂસી, કરાયો અધધ દંડ

અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનલ ટર્મિનલ-2માં ઇકો કાર ઘૂસી જતા દોડધામ મચી ગઇ હતી.

અમદાવાદ એરપોર્ટના ઇન્ટરનલ ટર્મિનલ-2માં ઇકો કાર ઘૂસી, કરાયો અધધ દંડ

સુબોધ વ્યાસ/અમદાવાદ: અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનલ ટર્મિનલ-2માં ઇકો કાર ઘૂસી જતા દોડધામ મચી ગઇ હતી. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કોરિડોરના કાચ તોડીને કાર અંદર ઘૂસી ગઇ હતી. આ કાર અકસ્માતમાં કોઇ પણ જાન હાનિના સમાચાર મળી રહ્યા નથી. આ પ્રકરાની ઘટનાઓ બનતી રહેવાથી એરપોર્ટ એથોરીટીની સિક્યુરીટી અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. 

fallbacks

કાર ચાલકને એરપોર્ટ એથોરિટી દ્વારા દંડ વસૂલવામાં આવ્યો છે. ઇકો કારના ચાલક પાસેથી 80 હજાર જેટલો દંડ લેવામાં આવ્યો છે. આ સાથે જ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાના પણ છીંડા બહાર આવ્યા છે. કેમ, કે જ્યાં ધીમી ઝડપે કાર ચલાવાની હોય અને દરરોજ અસંખ્ય કાર ચાલકો આવતા જતા હોય ત્યારે આ અકસ્માત કરનાર કાર ચાલક આટલી પૂરપાટ ઝડપે એરપોર્ટના કોરિડોરમાં કેવી રીતે ઘૂસી ગયો તે પણ એક સવાલ છે.

વધુ વાંચો...લોકરક્ષક દળની પરિક્ષાને લઇને ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય, ઉમેદવારોએ જાણવુ જરૂરી

કેમ કે, એરપોર્ટમાં પ્રવેશ કર્યા બાદ કાર ચાલકે સૌથી પહેલા તો, પાર્કિગ માટેનો પાસ લેવાનો હોય છે. અને ત્યાર બાદ અહિં ધીમી ઝડપે આગળ વધવાનું હોય છે. વળી જો, ફ્લાઇટનો સમય હોય તો એવા સમયે ઘણી બધી ગાડીઓ એક સાથે આવતી જતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More