Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad-Vadodara Express Highway પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, બેના મોત

ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે (Express Highway) પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાઇવે પેટ્રોલિંગની ટીમે આઇસરમાં ફ્સાયેલા ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો

Ahmedabad-Vadodara Express Highway પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, બેના મોત

નચિકેત મહેતા, ખેડા: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વે (Ahmedabad-Vadodara Express Highway) પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામં બે વ્યક્તિઓના મોત થયા છે. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે (Express Highway) પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. 

fallbacks

Tea બનાવતી વખતે મોટાભાગે લોકો કરે છે આ ભૂલ? ચામાં દૂધ, ચા પત્તી અને ખાંડ નાખવાનો આ છે સાચો સમય

આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે (Vadodara Express Highway) પર આજે વહેલી સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર (Truck Driver) નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ક્લિનરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
fallbacks

ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે (Express Highway) પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાઇવે પેટ્રોલિંગની ટીમે આઇસરમાં ફ્સાયેલા ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માતની જાણ થતાં મહેમદાવાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More