બ્રિજેશ દોશી/અમદાવાદ :ધોલેરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા.
22 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોમાયા બાદ તંત્ર દોડતું થયું, કરી આ કામગીરી... પણ હવે શું?
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોલેરા- ભાવનગર હાઇવે પીપળી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેસાણા પાસિંગની કારને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં બંને કાર એટલા જોરદાર રીતે ભટકાઈ હતી કે, કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. તો બીજી તરફ, પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઈજાગ્રસ્તને ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે