Home> Gujarat
Advertisement
Prev
Next

પાવાગઢ જતા મુસાફરોને રસ્તામાં જ કાળ ભરખી ગયો, હાલોલ પાસે ઈકો કારે કાબૂ ગુમાવતા 3 ના મોત

Accident News : વહેલી સવારે દર્શનાર્થીઓ ભરૂચથી પાવાગઢ દર્શન કરવા જતાં હતાં, ઈકો કારના સવારે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

પાવાગઢ જતા મુસાફરોને રસ્તામાં જ કાળ ભરખી ગયો, હાલોલ પાસે ઈકો કારે કાબૂ ગુમાવતા 3 ના મોત

પંચમહાલ :ચોમાસાની મોસમ હોવાથી પાવાગઢ જતા યાત્રિકો વધી ગયા છે. ત્યારે હાલોલના પાવાગઢ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ઈકો કારે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યાં છે. તથા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

fallbacks

પાવાગઢ દર્શને જતા યાત્રિકોને હાલોલ પાસે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઈકો કાર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. વહેલી સવારે દર્શનાર્થીઓ ભરૂચથી પાવાગઢ દર્શન કરવા જતાં હતાં. ઈકો કારમાં 6 મુસાફરો સવાર હતા. મળસ્કે અંધારામાં ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. 

આ પણ વાંચો કચ્છમાં આજે દિવાળી જેવો માહોલ, પીએમ મોદી આપશે વિકાસકાર્યોની ભેટ 

fallbacks

અકસ્માતમાં કારમાં બેઠેલા 6 વ્યક્તિ પૈકી 3 લોકોનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. 5 વર્ષના બાળક સહિત એક મહિલા અને એક પુરુષ મળી કુલ 3 ના મોત નિપજ્યા છે. તો અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલોલ પોલીસ ઘટના સ્થળ પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More