મયુર સાંધી/સુરેન્દ્રનગર :ગુજરાતમાં લોકડાઉન વચ્ચે અકસ્માત (Accident) ની ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો બે ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામખંભાળિયાનો પરિવાર ગાંધીનગરમા હોસ્પિટલના કામ અર્થે નીકળ્યો હતો. આ પરિવાર XUV કારમાં સવાર હતો. મોડી રાત્રે કાનપરા પાટિયા પાસે એક ટ્રક ડ્રાઈવર પોતાની બંધ પડેલી ટ્રકનું રિપેરીંગ કામ કરી રહ્યો હતો. આવામાં રાજકોટ તરફથી XUV કાર પૂરઝડપે આવી રહી હતી. આ કાર ટ્રક સાથે અથડાઈ હતી અને ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો, તો સાથે જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ગોઝારા અકસ્માતમાં ચારના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો બે વ્યક્તિઓને અતિ ઈજાઓ સાથે હોસ્પિટલ લાવ્યા હતા.
જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો સાથે જ હાલ લોકડાઉનનો પીરિયડ હોવાથી લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ કે અન્ય કોઈ સમસ્યા સર્જાઈ ન હતી. 108 સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે