Mehsana News : આજે મહેસાણાનો વિજાપુર હાઈવે ફરી રક્તરંજિત થયો. વતન રાજસ્થાનમાં દર્શન કરવા જઈ રહેલા વેપારી દંપતીનું અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. કલોલના વેપારીની કારને વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર દંપતી તથા ડ્રાઈવરનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત થયેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો. કલોલના અને મૂળ રાજસ્થાની વેપારીની કારને અકસ્માત નડ્યો હતો. વેપારી અને તેમના પત્ની વતન રાજસ્થાનમાં દર્શન કરવા જવા નીકળ્યુ હતું. ત્યારે પહેલેથી જ અકસ્માત થઈને પડેલી ટ્રક સાથે કાર ભટકાઈ હતી. ટ્રકમાં કાર ઘુસી જતા કારમાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું.
પ્રેમીને પામવા પત્નીએ બનાવ્યો પતિને મારવાનો ખતરનાક પ્લાન, પ્રોટીન શેકમાં ઝેર આપતી
તેમજ કારમાં સવાર દંપતી સાથે ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આમ, ગમખ્વાર અકસ્માતથી વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે ભારે ભીડ જમા થઈ હતી.
આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી. આ અકસ્માત અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ 3 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ
ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી
ડાયરામાં ફેમસ થયેલા કમાભાઈની એક ઝલક જોવા અમદાવાદ એરપોર્ટ પર ભીડ ઉમટી, PHOTOs
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે