Home> Gujarat
Advertisement
Prev
Next

hit and run : વતનથી રોજગારી મેળવવા નીકળેલા ચાર યુવકોના અકસ્માતમાં મોત

મોરબી માળિયા ફાટક ચોકડી પાસે એક અજાણ્યા વાહને બાઈકને અડફેટે (hit and run) લીધો હતો. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે અકસ્માત (accident) ની વધુ તપાસ શરૂ કરી છે, અને અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

hit and run : વતનથી રોજગારી મેળવવા નીકળેલા ચાર યુવકોના અકસ્માતમાં મોત

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી માળિયા ફાટક ચોકડી પાસે એક અજાણ્યા વાહને બાઈકને અડફેટે (hit and run) લીધો હતો. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે અકસ્માત (accident) ની વધુ તપાસ શરૂ કરી છે, અને અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

fallbacks

પરિવારનો સહારો બને તે પહેલા જ યુવકોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી માળિયા ફાટક ચોકડી પાસે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો હતો. બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તો એકને ઇજા પહોંચી હતી. ચારેય મૃતદેહને હાલમાં પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ (civil hospital) ખાતે ખસેડાયા છે. આ તમામ યુવકો પોતાની વતનમાંથી મોરબી ખાતે રોજગારી મેળવવા માટે આવ્યા હતા. તેઓ પોતાના પરિવારનો સહારો બને તે પહેલા જ અકસ્માતમાં તેમનો જીવ ગયો હતો. 

અકસ્માતમાં તેજારામ વકતારામ ગામેતી, શિવાજી પ્રતાપ ગામેતી, મૃતક શિવાજીના સાળા અને સુરેશ પ્રતાપ ગામેતી નામના યુવકોનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. ત્યારે પોલીસે તેમના પરિવારજનોને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More