Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા : પાદરામાં તોફાની વરસાદમાં એક પછી એક વાહનો સ્લીપ થઈને પડ્યા

વડોદરાના પાદરા વિસ્તારમાં આજે ભારે વરસાદ (heavy rain) તૂટી પડ્યો હતો. જેને કારણે પાદરાના ડભાસા અને મહુવડ રોડ અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. રોડ પર ડામરના રિસર્ફેસિંગનું કામ યોગ્ય રીતે નહિ થતા ડભાસા રોડ અનેક વાહનોને અકસ્માત (accident) નડ્યો હતો. જોકે, પહેલા વરસાદે પાદરા પાલિકાએ કરેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલ્લી પડી છે. 

વડોદરા : પાદરામાં તોફાની વરસાદમાં એક પછી એક વાહનો સ્લીપ થઈને પડ્યા

મિતેશ માળી/પાદરા :વડોદરાના પાદરા વિસ્તારમાં આજે ભારે વરસાદ (heavy rain) તૂટી પડ્યો હતો. જેને કારણે પાદરાના ડભાસા અને મહુવડ રોડ અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. રોડ પર ડામરના રિસર્ફેસિંગનું કામ યોગ્ય રીતે નહિ થતા ડભાસા રોડ અનેક વાહનોને અકસ્માત (accident) નડ્યો હતો. જોકે, પહેલા વરસાદે પાદરા પાલિકાએ કરેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલ્લી પડી છે. 

fallbacks

પાદરામાં વરસાદની સાથે સાથે અનેક મુશ્કેલીઓ પણ આવી પડી છે. પાદરા જંબુસર હાઇવે પર ડભાસા ગામથી મહુવડ જવાના માર્ગ પર સવારથી અકસ્માતોની વણઝાર જોવા મળી હતી.

fallbacks

અકસ્માતમાં એક મિની લકઝરી પલ્ટી ખાઈ ગઈ હતી. સાથે તે જ સ્થળ પર ST બસને પણ રોડ પર અકસ્માત નડ્યો હતો. ડામરની યોગ્ય રીતે કામગીરી નહિ થતા બસ રોડ પર સ્લીપ ખાઈ ગઈ હતી, અને ડમ્પર સાથે ભટકાઈ હતી. જ્યારે અન્ય ત્રણ જેટલા ટુ વ્હીલરને પણ અકસ્માત નડ્યો હતો.

fallbacks

પ્રાઇવેટ વાહનોના અકસ્માતોની લાઈન લાગી હતી. ખાસ કરીને વાહનો રોડ પર સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ વધુ બની હતી. ઉલ્લેખનીય છે કે, એક જ સ્થળે 5 વાહનોના વિચિત્ર અકસ્માત થયા હતા. એક તરફ વરસાદ અને બીજી તરફ રોડ પર ડામર ઉખડતા વાહનચાલકો સીધા સ્લીપ ખાઈને પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ સમાચાર થયા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More