Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad માં સગીરાના કપડા પર લોહીના ડાઘા, આ જોઈ માતાના પગ તળેથી જમીન ખસી ગઈ

દાણીલીમડા વિસ્તારમાં નશીલી દવાઓ પીવડાવી ગેંગરેપ (Gangrape) અને હત્યાના બનાવની શાહી હજી સુકાઈ નથી. ત્યાં વધુ એક સગીરાને (Minor Girl) હવસખોરે પોતાની હવસનો ભોગ બનાવી છે

Ahmedabad માં સગીરાના કપડા પર લોહીના ડાઘા, આ જોઈ માતાના પગ તળેથી જમીન ખસી ગઈ

મૌલિક ધામેચા/અમદાવાદ: દાણીલીમડા વિસ્તારમાં નશીલી દવાઓ પીવડાવી ગેંગરેપ (Gangrape) અને હત્યાના બનાવની શાહી હજી સુકાઈ નથી. ત્યાં વધુ એક સગીરાને (Minor Girl) હવસખોરે પોતાની હવસનો ભોગ બનાવી છે. વાડજમાં (Vadaj) રહેતી 12 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મ (Rape) ગુજારનાર યુવક વિરુદ્ધ પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

fallbacks

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મહિલાઓની સુરક્ષાને (Women Protection) લઇને ફરી વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. બે દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારી મહિલાની હત્યા (Murder) નીપજાવી હતી. તે ગુનાની શાહી સુકાય એ પહેલા શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા (Minor Girl) પાડોશી યુવકના હવસનો ભોગ બની છે. સગીરાને ધમકી આપી આવાસના ધાબા પર લઈ જઈ બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. 

આ પણ વાંચો:- કોરોના સંક્રમિત પોલીસકર્મીઓને મળશે ત્વરિત સારવાર, રામોલ પોલીસ સ્ટેશન આ સુવિધાથી સજ્જ

સગીરાના કપડાં પર લોહીના ડાઘા જોઈ માતાએ ફરિયાદ નોંધાવી હતી. વાડજ પોલીસે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી પાડોશી આરોપીની ધરપકડ કરી છે. બનાવની વાત કરીએ તો 22 તારીખની રાત્રે સગીરા પોતાના બ્લોકમા રહેતા પરિચિત સંબંધીના દીકરાના જન્મદિવસની ઉજવણી માટે ગઈ હતી. તે સમયે હવસખોર પાડોશી યુવકે સગીરાનું મોત દબાવી ધાબા પર લઈ ગયો અને રાત્રે દસેક વાગ્યાના અંધારામાં સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

fallbacks
(દુષ્કર્મ કેસમાં ઝડપાયેલો આરોપી)

આ પણ વાંચો:- અમદાવાદ સહિત આ શહેરોમાં થન્ડરસ્ટોર્મની આગાહી, વરસાદ સાથે 40 km કલાકની ઝડપે ફૂંકાશે પવન

સગીરાએ ઘરે આવી માતાને જાણ કરતાં વાડજ પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો હતો. જે અંગે પોલીસે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી પાડોશી યુવકની ધરપકડ કરી છે.શહેરમાં બની રહેલી સામૂહિક બળાત્કાર હત્યા અને સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આવા ગંભીર બનાવો અટકાવવા માટે ન્યાયતંત્ર યોગ્ય પગલા લે તે જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More