Home> Gujarat
Advertisement
Prev
Next

હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ

સુરત શહેરનાં ચોક વિસ્તારમા આવેલ પારસ સોસાયટી પાસે બપોર અરસામાં ચાર જેટલા ઈસમો ચપ્પુ સાથે ઘૂસી આવ્યા હતા. પહેલા આરોપીઓ મરણ જનાર ના ઘર બહાર રેકી કરી હતી. બાદમાં ઘરમાં ઘૂસીને શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરી નાખી હતી.

હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં શુભમ વાટુકિયા નામના યુવકની ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરવામા આવી છે. ચાર જેટલા ઈસમોએ ઘરમાં ઘૂસીને યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. શુભમ છેલ્લાં એક વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો. મૃત્યું પામનાર શુભમ ચોરીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

fallbacks

BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!

સુરત શહેરનાં ચોક વિસ્તારમા આવેલ પારસ સોસાયટી પાસે બપોર અરસામાં ચાર જેટલા ઈસમો ચપ્પુ સાથે ઘૂસી આવ્યા હતા. પહેલા આરોપીઓ મરણ જનાર ના ઘર બહાર રેકી કરી હતી. બાદમાં ઘરમાં ઘૂસીને શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરી નાખી હતી. આરોપીએ શુભમને ગળાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બીજી ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. 

BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!

શહેર એસીપી આર આર આહીરે જણાવ્યું હતું કે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ પારસ નગર સોસાયટીમાં શુભમ અશોક વાટુકીયા જે મૂળ બોટાદનાં છે. છૂટક મજૂરી કામ કરે છે. હાલ અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. આજ રોજ ત્રણ જેટલા ઈસમો આવીને હત્યા કરીને ફરાર થઈ ગયા છે. આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડી પાડવા પોલીસ અલગ અલગ ટીમો કામે લાગી છે. સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!

મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં આજ રોજ બે હત્યા ના બનાવ બન્યા છે. કતારગામમાં ટેમ્પો ટક્કર લાગવા બાબતે બાઈક અને ટેમ્પો ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી સામાન્ય બોલાચાલી. ટેમ્પો ચાલાકે બાઈક સવારને 150 મીટર સુધી ઘસેડી તેની હત્યા કરી નાખી હતી. બીજી બાજુ ચોક બજાર વિસ્તારમા ઘરમાં ઘૂસીને ચાર ઈસમો એક યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયા છે. ચોક બજાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ હત્યાનું કારણ સામે આવશે. 

આ VIDEO શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More