જાવેદ સૈયદ, અમદાવાદ: 18 વર્ષ પહેલા શહેરમાં બનેલી ઓનર કિલિંગની એક ઘટનામાં અંતે પતિની ધરપકડ કરાઇ છે. બાળપણમાં સગા કાકા જ બળાત્કાર ગુજારતા હોવાની પત્નીની વાતોથી કંટાળેલા પતિએ અંતે પત્નીનું ગળુ દબાવી દીધુ. એટલું જ નહીં તેના પિતરાઈ ભાઇને પણ પત્નીની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો.
VIDEO: અમદાવાદમાં આજથી મેટ્રો રૂટ પર વધુ એક સ્ટેશન કાર્યરત
નરોડામાં બનેલી ડબલ મર્ડરની આ ઘટનામાં અંતે ક્રાઇમબ્રાન્ચે ચંબલની ખીણના એક ગામમાં ઓપરેશન કર્યું અને આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મુનેશ સીંગ ભદોરિયા હીરા ધસવાનું કામ કરતો હતો અને પોતાની પત્ની વંદના સાથે નરોડામાં રહેતો હતો પત્નીને બાળકો થતા નહોતા અને કાકા બળાત્કાર કરતા હોવાથી આરોપીએ પોતાની પત્નીને મોત ને ઘાટ ઉતારી નાખી સાથે એ જ રાતે આરોપીના પિતરાઈ ભાઈ નરેંદ્રસિંગે પણ પોતાની પત્નીના ત્રાસને કારણે પોતાની પત્નીનું પણ ગળું દબાવીને મારી નાખી. આમ બે ભાઈઓએ સાથે મળીને પોતાની બન્ને પત્નીઓને મારીને ભાગી ગયા હતા . આરોપી મુનેશ સીંગ અને તેનો ભાઈ નરેંદ્રસિંગ બે હત્યાઓને અંજામ આપીને પોતાના વતન ભાગી ગયા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચે ચંબલમાં એક ગામમાંથી આરોપી મુનેશ સિંગની ધરપકડ કરી હતી.
આરોપીએ બીજા લગ્ન કરી લીધા હતા અને પોતે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે બીજો આરોપી નરેંદ્રસિંગ ભદોરિયા હજુ પોલીસ ગિરફથી દૂર છે. આરોપી નરેંદ્રસિંગની દીકરીએ પણ (વતનમાં આત્મહત્યા કરી લીધી છે જેનું કારણ હજુ અકબન્ધ હોવાનું પોલીસ માની રહ્યી છે) 18 વર્ષ અગાઉ નરોડામાં બે મહિલાની હત્યાના ગુનામાં એક આરોપી પતિની ઝડપાયો છે તો બીજો આરોપી નરેંદ્રસિંગ ભદોરિયા હજુ સુધી ફરાર છે ત્યારે આરોપીને ક્યારે ક્રાઇમ બ્રાન્ચે ઝડપે છે તે જોવાનું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે