Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના 25મા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લીધા

ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતએ શપથ ગ્રહણ કર્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ હાજરી આપી.

ગુજરાતના 25મા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લીધા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતએ શપથ ગ્રહણ કર્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ હાજરી આપી.

fallbacks

Photos : સોમનાથ મંદિરમાં હવે કંઈક નવુ જોવા મળશે, પ્રાચીન વારસાને ફરીથી જીવંત કરાઈ રહ્યો છે

ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિએ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વિદાય લઈ રહેલા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, ધારાસભ્યો તથા વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા. મુખ્ય સચિવ ડો. જે એન સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલા રાજ્યપાલ નિમણૂં પત્રનું વાંચન તેમજ શપથવિધિ નું સંચાલન કર્યું હતું. 

સીચન તેંડુલકરની ફેરારી કારમાં સવાર થઈને દીક્ષા લેવા નીકળી સુરતની સ્તુતિ

ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂકની જાહેરાત 15 જુલાઈ, 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે અમદાવાદ આવી પહોંચેલા પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ બાદ આજે બપોરે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. આ ઉપરાંત તેઓ શાહીબાગ સ્થિત સરદાર સ્મારકની પણ મુલાકાત લેવાના છે. 

fallbacks

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થઈ જતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની 15 જુલાઈના રોજ નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાતના રાજ્યપાલની નિમણૂક પહેલાં આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. ગુજરાતના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક થતાં હિમાચલની જગ્યા ખાલી પડી હતી, જ્યાં રાષ્ટ્રપતિ દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાની નિમણૂક કરવામાં આવી હતી. 

અમદાવાદ : શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી

ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાચાર્ય ડો.દેવવ્રત આચાર્ય ભાજપના સક્રિય સદસ્ય હતા. તેમનુ કોઈ રાજનીતિ કરિયર ન હતું. આર્ય સમાજી હોવાને કારણે તેમના પ્રૂવ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે સારા સંબંધ હતા. તેથી તેમને હિમાચલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના યોગગુરુ રામદેવ બાબા સાથે પણ સારો પરિચય છે. તેમણે 12 ઓગસ્ટ 2015ના રોજ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો. રાજ્યપાલ બનતાં પહેલાં આચાર્ય દેવવ્રત હરિયાણાના કુરુક્ષેત્રની ગુરુકુળના પ્રધાનાચાર્ય હતા. 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં તેમનો જન્મ થયો હતો. તેઓ વર્તમાનમાં પણ હરિયાણાની ગુરુકુલના પ્રધાનાચાર્ય છે. તેઓ સામાજિક જીવનમાં આર્ય સમાજના પ્રચારક પણ રહી ચૂક્યા છે. હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ તેમણે ડ્રગ અબ્યુઝ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય પગલાં લેવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત, ભ્રૂણ હત્યા અને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના સાથે તેઓ લાંબા સમયથી જોડાયેલા છે. શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમને 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગ્રી પ્રાપ્ત કરનારા દેવવ્રત વેદ પ્રચાર માટે સ્વિટ્ઝલેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, સમાજસેવાને મેં મારો ધર્મ માનીને કામ કર્યું છે. દેશની સભ્યતા અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગુરુકૂળમાં યુવા શક્તિને તૈયાર કરવી જોઈએ.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More