ઝી મીડિયા/બ્યૂરો :મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થયા છે. પૂજ્ય સ્વામી કોરોના સંક્રમિત હોવાથી તેઓના કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તમામ સંતોએ PPE કીટ પહેર્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂજ્ય પુરુષોત્તમદાસજીના નિધન વિશે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સ્વામીજીના નિધનથી દેશવિદેશમાં તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાખો કરોડો હરિભક્તોએ ઓનલાઈન તેમની અંતિમવિધિ નિહાળી હતી.
ગુજરાતના માથા પર એકસાથે ત્રણ મોટી આફતોનું તાંડવ, લોકોમાં ફફડાટ ફેલાયો
પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ 18 દિવસથી સતત સારવાર હેઠળ હતા. તેમના નિધનથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી ફેલાયેલા છે, તેથી તેઓને ઈન્ટરનેટના માધ્યમથી અંતિમ દર્શન કરવા માટે https://www.swaminarayangadi.com પર જઈને દર્શન કરવા અનુરોધ કરાયો હતો. તેમજ કોરોના મહામારીને પગલે ભક્તોને એકત્ર ન થવા અપીલ કરાઈ છે.
કોરોના આવ્યા બાદ આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી હતી. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા મુંબઈથી નિષ્ણાત તબીબને પણ બોલાવવામાં આવ્યા હતા. સ્વામીજીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી.
પૂજ્યો પુરુષોત્તમપ્રયદાસજીની નાદુરસ્ત તબિયતને કારણે તાજેતરમાં જ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની આખરે નિમણૂંક કરવામાં આવી હતી. નવા ગાદીપતિ તરીકે શાસ્ત્રી સદગુરુ જીતેન્દ્રિયપ્રિયદાસજીની નિમણૂંક કરાઈ હતી. મંદિર ખાતે સંતો વચ્ચે યોજાયેલી બેઠકમાં નવા ગાદીપતી માટે નિર્ણય લેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે