ભૂજ :ગુજરાતના ભૂજમાં શુટિંગ કરવા આવેલા સુપરસ્ટાર અજય દેવગન સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. માંડવીમાં આવેલ પ્રસિદ્ધ અને પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિરમાં અજય દેવગને બરમુડા શોર્ટસ પહેરીને શિવમંદિરમાં દર્શન કર્યા હતા. એક્ટરની આ હરકતને સોશિયલ મીડિયા પર વખોડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત પાકિસ્તાન યુદ્ધ પર ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા નામે એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં મુખ્ય એક્ટર તરીકે અજય દેવગન છે. ત્યારે આ ફિલ્મના શુટિંગ માટે ફિલ્મની ટીમ ભૂજ પહોંચી છે. આ દરમિયાન એક્ટર માંડવીમાં આવેલ પૌરાણિક નાગનાથ મહાદેવના મંદિરે પહોંચ્યો હતો. અહીં તેણે મંદિરમાં પૂજા કરી હતી. પરંતુ અજય દેવગન બરમુડા શોર્ટસ પહેરીને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો. નિજ મંદિરામં બરમુડા પહેરીને પૂજા કરતો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. જોતજોતામાં લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કર્યા હતા.
સાઉથના આ સુપરસ્ટારના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા
લોકોએ એક્ટરની આ હરકતથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. અનેક શિવભક્તોએ તેની ટીકા કરી હતી કે, કેવી રીતે તેઓ સંસ્કારોને ભૂલીને આવી રીતે બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે