Home> Gujarat
Advertisement
Prev
Next

મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર 19 દિવસ બાદ પણ ન ઉતારાયું

Gambhira Bridge Collapse : વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 19 દિવસ છતાં નથી ઉતારાયું ટેન્કર,,, મુખ્યમંત્રીએ 2 દિવસમાં જ ટેન્કરનો નિકાલ લાવવાનો કર્યો હતો આદેશ,, સરકારના આદેશ બાદ પણ તંત્રએ નથી કોઈ કામગીરી

મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર 19 દિવસ બાદ પણ ન ઉતારાયું

Gujarat Bridge Collapse ; વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 19 મો દિવસ છે. માર્ગ અને મકાન વિભાગની ફરી બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા હજુ પણ બ્રિજ પર લટકતું ટેન્કર નથી ઉતારાયું. સરકારના આદેશ બાદ પણ તંત્રએ કોઈ કામગીરી નથી કરી. મુખ્યમંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગને બે દિવસમાં ટેન્કરનો નિકાલ લાવવા આદેશ કર્યો હતો. બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છતાં તંત્ર ફરી ઊંઘતું ઝડપાયું છે. 

fallbacks

ટેન્કર ઉતારવાની જવાબદારી કોની
દુર્ઘટના સામે પૂલ દુર્ઘટના સમયે લટકી ગયેલું ટેન્કર આજે 19 દિવસ બાદ પણ લટકી જ રહ્યું છે. આ ટેન્કર તો લટકી રહ્યું છે. પરંતુ તેના માલિકની હાલત બદતર થઈ છે. કેમ કે, આ ટેન્કર લોન પર લેવામાં આવ્યું છે અને મહિને લગભગ 85 હજાર રૂપિયાનો હપતો આવે છે. ડ્રાઈવરનો માલિક પોલીસ અને વહીવટી અધિકારીઓના વચ્ચે આંટાફેરા મારી રહ્યો છે. બીજી બાજુ, ટેન્કર નીચે પડ્યું નથી, તેથી વીમ કંપનીએ પણ હાથ ઊંચા કરી લીધા છે. આવામાં ટેન્કર ડ્રાઈવરને રડવાનો વારો આવ્યો છે. 

Ambalal Ni Agahi : અંબાલાલની તોફાની આગાહી, વરસાદનો અસલી રાઉન્ડ ઓગસ્ટમાં આવશે

સરકારના આદેશને ઘોળીને પી ગયું તંત્ર
રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજ પર લટકી રહેલ ટેન્કર હટાવવા બે દિવસનો સમય માર્ગ અને મકાન વિભાગના અધિકારી આપ્યો હતો સરકારના કરેલ આદેશ બાદ પણ આ ટેન્કર હજુ પણ ઉતારવામાં નથી આવ્યું એટલે કે હજુ પણ તંત્ર બેજવાબદાર હોઈ તેમ લાગી રહ્યું છે સરકારે કહ્યું હતું કે હેવી ક્રેન લાવી અને આ ટેન્કર ઉતારી લેવામાં આવે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ તેમ લાગી રહ્યું છે.

આ ટેન્કર પર મારું ગુજરાન ચાલે છે 
ઘટનાને નજર સામે યાદ કરતા ડ્રાઈવરે કહ્યું કે, મેં હેન્ડબ્રેક લગાવીને ટેન્કર રોક્યું. હું ટેન્કરમાંથી કૂદી પડ્યો અને બેભાન થઈ ગયો. બે-ત્રણ કલાક પછી મેં પરિવારનો સંપર્ક કર્યો. પરિવારને ખબર પડી કે હું આ ટેન્કર ચલાવી રહ્યો છું. બાદમાં પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ. મને ખબર નહોતી કે ત્યાં શું થયું છે. હું પ્રશાસનને અપીલ કરું છું કે તૂટેલા પુલ પર લટકતી ટેન્કર ત્યાંથી દૂર કરવામાં આવે. જેથી અમે ટેન્કર ચલાવીને આપણું ગુજરાન ચલાવી શકીએ.

અમે સરકારી ઓફિસોના ધક્કા ખાઈને કંટાળી ગયા છીએ 
અંકલેશ્વરમાં રોડલાઈનના ટેન્કર માલિક રામાશંકર પાલે જણાવ્યું કે, આણંદમાં સરકારી કચેરીના અધિકારીઓ વડોદરાને દોષી ઠેરવી રહ્યા છે અને વડોદરાના અધિકારીઓ આણંદને દોષી ઠેરવી રહ્યા છે. અમે આણંદ અને વડોદરામાં સરકારી કચેરીઓની મુલાકાત લઈને કંટાળી ગયા છીએ.

નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી હવે બંધ કરાશે
ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી બંધ કરાશે તેવી માહિતી સામે  આવી છે. સ્લેબ તોડવાનું બંધ કરી ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાશે. એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારાશે. ક્રેનથી ટેન્કર લિફ્ટ થઈ શકે કેમ તે અંગે પણ સર્વે ચાલુ છે. ટેન્કર ઉતારવામાં હજુ પાંચેક દિવસનો સમય લાગી શકે છે. 

કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More