નવી દિલ્હી: ચીન (China)ના આર્થિક મોરચા પર ઘાયલ કર્યા બાદ હવે નવી દિલ્હી (New Delhi)ની નજર એવા સંગઠનો-સમૂહો પર છે, જે ભારતમાં રહી ચીનના એજન્ડાને આગળ વધારવાની યોજના કરે છે. ગત કેટલાક વર્ષોમાં ચીન-આધારિત થિંક ટેંકોનું ભારતમાં પૂર આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ થિંક ટેંક ભારતમાં ચીનની દૂતાવાસોના ઇશારા પર કામ કરે છે.
આ પણ વાંચો:- Coronavirus ને દૂર કરશે આ મલમ! તૈયાર કરનાર દવા કંપનીએ કર્યો મોટો દાવો
ભારતીય સુરક્ષા એજન્સીઓનું આકલન રિપોર્ટ અનુસાર, એક સમાજસેવી તેમજ શિક્ષાવિદ દ્વારા ભારત ચીન સંબંધો પર થિંક ટેંક બનાવાયું છે. જેના ચીનના દૂતાવાસ સાથે નજીકના સંબંધ છે. ચીન ભારતીય શિક્ષણ સંસ્થાનોમાં ચાઇના સ્ટડી સેન્ટર સ્થાપિત કરવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે. જ્યારે કેટલાક થિંક ટેંક સામાજિક કાર્યોની આડમાં ચીનના એજન્ડાને આગળ વધારી રહ્યું છે.
આ પણ વાંચો:- કોના માટે સૌથી વધારે ફાયદાકારક સાબિત થયો Corona, વાંચો શું કહે છે આ રિપોર્ટ
આ ઘટનાક્રમ પર ઝીણવટભરી નજર કરીએ તો એક અધિકારીએ Zee Newsને જણાવ્યું કે, દિલ્હીની બહાર યુવાઓ માટે કામ કરતું એક સંગઠન છે. આ સંગઠનનો ચીની દૂતાવાસની સાથે સંબંધ ઘણીવાર ઉજાગર થયો છે. સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હમેશાં દૂતાવાસના મહેમાનો આમંત્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત, દૂતાવાસમાં પણ યુવાઓ પર કેન્દ્રિત કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સંગઠન ચીની દૂતાવાસના નિર્દેશો પર ભારતીય અને ચીનના વિદ્યાર્થીઓ માટે એક એક્સચેન્જ પ્રોગ્રામ પણ ચલાવે છે. ચીન પર શૈક્ષણિક સંશોધન માટે સમર્પિત થિંક ટેંકોની સંખ્યામાં ગત કેટલાક વર્ષોમાં વધારો થયો છે. જેમને સામ્યવાદી વલણવાળા લોકો દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
આ પણ વાંચો:- બાંગ્લાદેશની PM હસીનાનો આરોપ, બોલી 'ખાલિયા જિયાએ રચ્યું હતું મને મારવાનું કાવતરું'
કન્ફ્યૂશિયસ ઇન્સ્ટીટ્યૂટ્સનું મજબૂત નેટવર્ક
ચીને વિદેશી નાગરિકોના બ્રેનવોસ કરવા માટે સ્ટડી ધ પાવરફૂલ કંટ્રી નામની એક એપ પણ વિકસિત કરી છે. બેઇજિંગ ભાષા અને સંસ્કૃતિને વધારવાના નામ પર દુનિયા ભરમાં કન્ફ્યૂશિયસ ઇન્સ્ટીટ્યૂટ્સનું વ્યાપક નેટવર્ક સ્થાપિત કરી રહ્યાં છે. જો કે, હવે ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોને તેમના આ ષડયંત્રની જાણ થઇ ગઇ છે. તાજેતરમાં ભારત અને અમેરિકાની સરકારોએ આ સંસ્થાઓના કામકાજના તપાસના આદેશ આપ્યા હતા. થોડા દિવસ પહેલા ટ્રંપ તંત્રએ કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યુટને વિદેશી મિશન ગણાવ્યું હતું અને રાજદ્વારી મિશન પર લાદવામાં આવેલા સમાન નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે