Home> Gujarat
Advertisement
Prev
Next

ટ્રેનિંગ પૂર્ણ થતાં ગુજરાતના 31 PIને અપાઈ નિમણૂંક, વિવિધ જિલ્લાઓમાં થયું પોસ્ટિંગ, જુઓ લિસ્ટ

સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોની પાયાની અને ફિલ્ડ તાલીમ પૂર્ણ થતાં નિમણૂંક અપાઈ છે.

ટ્રેનિંગ પૂર્ણ થતાં ગુજરાતના 31 PIને અપાઈ નિમણૂંક, વિવિધ જિલ્લાઓમાં થયું પોસ્ટિંગ, જુઓ લિસ્ટ

Ganadhingar news: નવી ભરતીના 31 PIને એક વર્ષની તાલીમ પુરી કરતા વિવિધ જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી છે. સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોની પાયાની અને ફિલ્ડ તાલીમ પૂર્ણ થતાં નિમણૂંક અપાઈ છે.

fallbacks

fallbacks

ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 38/2017-18 અને જાહેરાત ક્રમાંક112/2018-19 અન્વયે સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા. 

fallbacks

જે તાલીમાર્થી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેમને ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી. 31 પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની તાલીમનો (27 માસનો) સમયગાળાની તાલીમ પૂર્ણ થયવાથી તેમને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2 સંવર્ગના ન્યુનત્તમ પગાર ધોરણમાં તેમને નિમણૂંક આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More