સુરત: શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે 20 જેટલા લોકોના મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતની આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા તંત્ર સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોષે ભરાયેલા લોકો પર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત પાસની ટીમ દ્વારા સુરત બંધનું એલાન આપાવમાં આવ્યું છે.
રોષે ભરાયેલા લોકો દ્વારા પોલીસ પર હળવો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિની ઇજા પહોંચી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોના ટોળાને દૂર કરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. લોકોના ટોળું વઘતા પોલીસને મુશ્કેલી પડતી હોવાથી પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે, કે સુરતની આગની ઘટના બાદ પાસ દ્વારા સુરત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આગની ઘટના બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે બાળકોના મોત થયા હોવાનો આરોપ કરીને સુરતવાસીઓ દ્વારા સરકાર અને તંત્ર પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોને દૂર રાખવા માટે એસઆરપીની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
તક્ષશિલા આર્કેડની આગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિરીક્ષણ કરવા પહોંચ્યા સુરત
મુખ્યમંત્રીએ આ તમામ સ્થળોની ફાયર સેફ્ટી, આપદા પ્રબંધન અને ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ વ્યાપક પણે ચકાસવા ફાયર નિષ્ણાંતો, માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેર, મ્યુનિસિપાલિટી અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓની ટીમ તાકીદે તપાસ હાથ ધરીને રાજ્યના મુખ્ય સચિવને અહેવાલ આપશે તેમજ મુખ્ય સચિવ જાતે આ વ્યાપક તપાસની દેખરેખ રાખશે તેવી સુચનાઓ પણ આપી છે.
સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્યમાં તમામ સ્થળોએ ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસો પર ફાયર અને સેફ્ટીવિભાગ દ્વારા તાવઇ શરૂ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે