Home> Gujarat
Advertisement
Prev
Next

'લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!

નવસારીમાં ઊંચા વ્યાજે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવ્યા છે. તેમ છતાં ઠગભગતો લાલચુ લોકોની નસ પકડી ગયા હોય એમ અલગ અલગ નામે કંપની બનાવી એનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ કરોડો રૂપિયા ઉસેટી લેતા હોય છે.

'લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!

ધવલ પરીખ/નવસારી: લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી, આ કહેવત નવસારીના ચીખલીમાં સાચી ઠરી છે. ઉંચા વ્યાજની લાલચે અલગ અલગ સ્કીમોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ચીખલીના સમર ગ્રુપે 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. લોકોને લોહીના આંસુ રડાવનારા પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ત્રણને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે. 

fallbacks

ફરી એકવાર અંબાલાલ પટેલની ડરામણી આગાહી! આ તારીખે ઠંડી પહેલા આવશે વાવાઝોડું!

નવસારીમાં ઊંચા વ્યાજે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવ્યા છે. તેમ છતાં ઠગભગતો લાલચુ લોકોની નસ પકડી ગયા હોય એમ અલગ અલગ નામે કંપની બનાવી એનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ કરોડો રૂપિયા ઉસેટી લેતા હોય છે. નવસારીના ચીખલીમાં વર્ષ 2019 માં ચીખલીના સાગર રાઠોડ, તેની પત્ની ચૈતાલી રાઠોડ, ભાઈ વિશાલ રાઠોડ તેમજ નવસારીના મીરલ પટેલ આ ચાર લોકોએ સમર ગ્રુપ નામની કંપની બનાવી લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું. 

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! 5 જેટલા મજૂરો પથ્થરો નીચે દબાય

ત્રણ વર્ષમાં સમર ગ્રુપ દ્વારા ચીખલીમાં કાર્યાલય ખોલી અનિલકુમાર રાઠોડને કર્મચારી તરીકે રાખી, ચીખલીથી ઉમરગામ સુધી એજન્ટો બનાવી અંદાજે 12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ હતી. જેમાં 100 થી વધુ લોકોને દિવસમાં ચાંદ તારા બતાવીને ફરાર થઈ ચૂકેલા સાગર રાઠોડ અને તેના સાગરીતો સામે થોડા દિવસ અગાઉ ચીખલીના જ જયંતિ સોલંકીએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા હરકતમાં આવેલી પોલીસે 100 થી વધુ લોકોના નિવેદનો નોંધી 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી શોધી કાઢી હતી. 

'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ

પોલીસે તમામના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી પાંચેય આરોપીઓ સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેમાં પાંચ આરોપીઓ માંથી વિશાલ રાઠોડ, ચૈતાલી રાઠોડ અને મિરલ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે સાગર રાઠોડ અને અનિલ રાઠોડ હજી પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More