Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ મોવડીઓએ કેતન ઈનામદારનો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી આપી

ભાજપ મોવડીઓએ (BJP) કેતન ઈનામદાર (Ketan Inamdar) નો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં વડોદરાના અન્ય એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ (Madhu Shrivastav) રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે. અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી નારાજગી હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે  નારાજગી સામે આવી હતી.

ભાજપ મોવડીઓએ કેતન ઈનામદારનો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી આપી

વડોદરા :ભાજપ મોવડીઓએ (BJP) કેતન ઈનામદાર (Ketan Inamdar) નો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં વડોદરાના અન્ય એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ (Madhu Shrivastav) રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે. અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી નારાજગી હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે  નારાજગી સામે આવી હતી.

fallbacks

અમદાવાદની સૌથી પોશ ગણાતી કર્ણાવતી ક્લબના સભ્યો વચ્ચે થઈ મારામારી, CCTVમાં ખૂલી પોલ

બે દિવસથી નારાજ ચાલી રહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને આખરે ગઈકાલે ભાજના પ્રદેશ મોવડીઓએ મનાવ્યા હતા અને કેતન ઈનામદારે પોતાનુ રાજીનામુ પાછું ખેંચ્યું હતું. કેતન ઈનામદારને મનાવવા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છેક વડોદરા દોડતા થયા હતા. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, હવે મધુ શ્રીવાસ્તવે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. ધારાસભ્યએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પર આરોપ મૂકતા કહ્યું કે, વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી. કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. જો મારું કામ નહિ થાય તો રાજીનામુ આપી દઈશ.

ગત વર્ષે પણ અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો
ગત વર્ષના જુન મહિનાના અંતમાં પણ વડોદરાના ત્રણ ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ, કેતન ઈનામદાર અને યોગેશ પટેલની નારાજગી સામે આવી હતી. તે સમયે ભાજપના ત્રણેય નારાજ ધારાસભ્યોએ બેઠક યોજી હતી અને રોષ ઠાલવતા કહ્યું હતું કે, તેમના કામ સરકારમાં થતા નથી. કોઇપણ કામ માટે સીએમઓમાં લાઇનમાં ઉભું રહેવું પડે છે. અમે અમિત શાહને પણ રજૂઆત કરી અને દિલ્હી હાઈકમાન્ડને પણ અમારી વાત પહોંચાડી હતી. અમારૂ કોઈ સાંભળતું નથી. આમ સાત મહિના બાદ ફરી વડોદરા ભાજપમાં પણ વિરોધનો સૂર ઉભો થયો છે. જે રાજકીય રીતે ચર્ચાનો વિષય બન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More