સુરત : શહેર હવે જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ચુક્યું હોય અને પોલીસનો કોઇ પણ પ્રકારનો ખોફ જ ન હોય તેવી સ્થિતિ થતી જાય છે. દિવસેને દિવસે અસામાજિક તત્વો બેખોફ બનતા જાય છે. સુરત ક્રાઇમ સિટી બનતું જઇ રહ્યું છે. જો કે શહેરમાં હાલમાં હત્યાનો એક વિચિત્ર એક કિસ્સો સામે આવ્યો છે. જેણે ભારે ચર્ચા જગાવી છે. શહેરનાં રાંદેર વિસ્તારમાંથી એક મહિલાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
આ મહિલાની હત્યા કર્યા બાદ તેની ઓળખ છુપાવવાં તેનાં ચહેરા પર એસિડ નાંખી દેવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને કેસ દાખલ કરીને તપાસ આદરી છે. મહિલાની ઓળખ માટે શોધખોળ શરૂ કરી દીધી છે. હત્યા કરનારા લોકોની તપાસ ચલાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતના પાંડેસરા વરાછા બાદ મોડી રાત્રે રાંદેર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.
રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરના પાકિસ્તાની મૂળની એક મહિલાની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. જોકે આ મહિલાની ઓળખ છુપાવવા માટે તેના મોઢા પર એસિડ જેવું પદાર્થ નાખી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. ચાર દિવસ પહેલાં મહિલાની હત્યા કરી લાશને નાખી દેવામાં આવી હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં નજર આવી રહ્યું છે.
મહિલાની ઓળખ કરી રહેલી ભળતી ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ખાસ કરીને આ મહિલાની લાશની ઓળખ કરવી મુશ્કેલ હતી. જેને લઇને પોલીસે મોડી રાત્રે તેમની મદદ સાથે મહિલાની મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે