ચિરાગ જોશી/વડોદરા: ગત મોડી રાત્રેથી પડી રહેલા ભારે વરસાદને લઇને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકો પણ ભારે તારાજી સર્જાઇ છે. ડભોઈ તાલુકાના દસ ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. જ્યારે બીજી બાજુ ચાંદોદથી કરનાડી ને જોડતો માર્ગ ધોવાઈ ચૂકયો છે. જેને લઇ તંત્રની ભ્રષ્ટાચારની પોલ છતી થઇ હતી.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જગ્યા ઉપર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂઆત કરી છે. ગત મોડીરાતથી જ વડોદરાના ડભોઇ ખાતે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. જેને લઇ 24 કલાક દરમિયાન 8 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેની સીધી અસર ડભોઇ તાલુકાના ગામડાઓમાં પડી છે આમ તો જોવા જઈએ તો વરસાદના પાણી રોડ પર ફરી વળતા હોય છે. પરંતુ ડભોઇના ચાંદોદ અને કરનારીને જોડતા માર્ગ એકાએક જમીનમાં બેસી જતા ચાંદોદ કરનાળીનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.
જુઓ LIVE TV :
Tags:
heavy rainndrfChhota Udepurrescueછોટાઉદેપુર
સાથોસાથ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી હાલ 1 વર્ષ પહેલાં જ બનેલો આ રસ્તો કરોડો રૂપિયાના બનેલો છે. અને તેનું ખાતમુરત ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. એક જ વર્ષમાં રોડ ધરાસાઈ થતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. આ બાબતમાં નાયબ કલેક્ટર હિમાંશુ પરીખને જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેઓએ પણ ક્યાંકને ક્યાંક તકલાદી કામ હોવાનું સ્વીકાર્યું હતું અને કસૂરવારો સામે પગલાં લેવાની વાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે