Home> Gujarat
Advertisement
Prev
Next

એમિક્રોનના એક કેસે રાજ્ય સરકારની ઉંઘ ઉડાડી! CM ની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર

  ગુજરાત રાજ્યના જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ ઓનલાઇન જોડાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જરૂરી તૈયારીઓ અંગે નિર્દેશન પણ આપ્યું હતું. 

એમિક્રોનના એક કેસે રાજ્ય સરકારની ઉંઘ ઉડાડી! CM ની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર

ગાંધીનગર :  ગુજરાત રાજ્યના જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ ઓનલાઇન જોડાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જરૂરી તૈયારીઓ અંગે નિર્દેશન પણ આપ્યું હતું. 

fallbacks

VAPI માં GIDC સ્થાપીને દક્ષિણમાં ઔદ્યોગિક ક્રાંતિ સર્જનાર રજ્જુ શ્રોફે વાપીની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી. આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી  છે.

આ જાડી ચામડીના ભ્રષ્ટાચારીઓ બેશરમ બનતા જાય છે, જગતના તાતને પણ નથી છોડતા!

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રી દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ અપાયા હતા કે, આ કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ જરૂરી આગમચેતિના પગલા લેવામાં આવે. નાગરિકો કાયદાનું ચુસ્તપણે પાલન કરે તે માટે જાગૃતિ લાવવામાં આવે. આ ઉપરાંત જરૂર હોય ત્યાં કડકાઇથી પણ કાર્યવાહી કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More