ઝી મીડિયા/બ્યૂરો :ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મ સોશિયલ મીડિયાથી લઈને કિટી પાર્ટી અને પાનના ગલ્લા પર ચર્ચાનુ કેન્દ્ર બની છે. લોકો તેના ભરપેટ વખાણ કરી રહ્યાં છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મના ડાયરેક્ટરને અન્ય સત્ય ઘટનાઓ પર ફિલ્મ બનાવવા ફરમાઈશ કરી રહ્યાં છે. જેમાં ગુજરાતની પણ એક કરુણાંતિકા સામેલ છે.
ધ કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થતા જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. હવે સોશિયલ મીડિયા પર #TheKashmirfiles ની સાથે જ #Godhra પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો દ્વારા વિવેક અગ્નિહોત્રીને કાશ્મીર ફાઈલ્સ બાદ વિભાજન પર ધ 1947 ફાઈલ્સ, ટ્રેનમાં આગ પર ધ ગોધરા ફાઈલ્સ, પોલીસ પર ફાયરિંગમાં ધ કારસેવક ફાઈલ્સ અને ગેસકાંડને લઈને ધ ભોપાલ ફાઈલ્સ બનાવવાની ફરમાઈશ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ચાર દિવસ માથુ ચકરાય તેવી ગરમી પડશે, કોરોનાથી સાજા થયેલા ખાસ સાચવે, નહિ તો...
ધ કાશ્મીર ફાઈલ્સ જોઈને ખુશ થયેલા લોકોએ તેઓ જોવા માંગતા ફિલ્મોનું લિસ્ટ શેર કર્યુ છે. એક શખ્સે ટ્વીટમાં કહ્યુ કે, તેઓ 1969 Gujarat riots, 1985 Gujarat riots, 2002 Gujarat riots, 2006 Vadodara riots, 2015 Bharuch riots પર ફિલ્મો જોવા માંગે છે.
અનેક એવા લોકો પણ છે જે ધ કાશ્મીર ફાઈલ્સની સોશિયલ મીડિયા પર આલોચના કરી રહ્યાં છે. આ ટીકાઓનો જવાબ પણ સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યાં છે. એક યુઝરે આવી ટીકા પર કહ્યુ કે, જો ભારત હૈદર અને મિશન કાશ્મીર જેવી ફિલ્મને બર્દાસ્ત કરવાની સાથે વખાણ કરી શકે છે તો આપણને પણ ધ કાશ્મીર ફાઈલ્સથી કોઈ તકલીફ ન હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ધ કાશ્મીર ફાઈલ્સ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે, જેમા વિવેક અગ્નિહોત્રીએ 90 ના દાયકામાં થયેલા વિવાદને રજૂ કર્યો છે. ફિલ્મે ચારેતરફથી વાહવાહી લૂંટી છે. ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર કલેક્શન વધારી રહી છે. ફિલ્મને જોયા બાદ અનેક લોકો હવે એવી ઘટના પર ફિલ્મ જોવા માંગે છે, જે કરુણાંતિકા સાબિત થઈ હોય, જેમા ગોધરા હત્યાકાંડ પણ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે