Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં શરમજનક કિસ્સો! સંગીતના ક્લાસમાં શિક્ષકે સગીરા સાથે બાંધ્યા સંબંધ, દુ:ખાવો થતાં ફૂટ્યો ભાંડો!

Ahmdabad News: ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાયખડમાં આવેલ એક શાળામાં સંગીતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે 13 વર્ષીય વિધાર્થીનીની સંગીત શીખવવાની સાથે સાથે શારીરિક અડપલાં કર્યા છે. બાદમાં આટલાથી જીવ ના ભરાતા સગીરાના ગુપ્ત ભાગે અડપલા કર્યાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદ કરવામાં આવ્યો છે. 

અમદાવાદમાં શરમજનક કિસ્સો! સંગીતના ક્લાસમાં શિક્ષકે સગીરા સાથે બાંધ્યા સંબંધ, દુ:ખાવો થતાં ફૂટ્યો ભાંડો!

ઉદય રંજન/અમદાવાદ: શિક્ષકને માતા પિતાથી પણ વધુ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે જ શહેરના રાયખડ વિસ્તારમાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સંગીતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે વિધાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા છે. એટલું જ નહીં જો કોઈને જાણ કરશે તો મારવાની પણ ધમકી આપી હતી.  

fallbacks

અમદાવાદ-મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન; રેલ મંત્રાલયનો સૌથી મોટો નિર્ણય

રાયખડ વિસ્તારમાં શરમજનક કિસ્સો!
સામાન્ય રીતે શિક્ષકની કામ સંસ્કારનું સિંચન કરીને વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની રાહ બતાવવાનું હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક લંપટ શિક્ષકો વિધાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના બદલે જીવન બરબાદ કરી નાંખતી હરકતો કરતા હોય છે. શહેરના રાયખડ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. 

કપડા ઉપર કરાવીને શરીર પર હાથ ફેરવ્યો
રાયખડમાં આવેલ એક શાળામાં સંગીતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે 13 વર્ષીય વિધાર્થીનીની સંગીત શીખવવાની સાથે સાથે શારીરિક અડપલાં કર્યા છે, જેમાં 12 વર્ષીય વિદ્યાર્થીનીને સંગીત કલાસમાં બોલાવીને કપડા ઉપર કરાવીને શરીર પર હાથ ફેરવ્યા હતા. બાદમાં આટલાથી જીવ ના ભરાતા સગીરાના ગુપ્ત ભાગે અડપલા કર્યાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદ કરવામાં આવ્યો છે. 

બદલાઈ ગઈ તારીખ! ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘતાંડવની આગાહી, ગાજવીજ સાથે તૂટી પડશે

એક દિવસ નહિ પણ 10-10 દિવસ સુધી શિક્ષકે કરી કરતૂત
એટલું જ નહીં, સહિત પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક દ્વારા પોતાના કપડા ઉતારીને સગીરાને પોતાના પર બેસાડી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે અને આવું એક દિવસ નહિ પણ 10-10 દિવસ સુધી કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જે અંગેની જાણ વિધાર્થિનીએ તેના માતાને કરતા શિક્ષક ની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો છે. 

રિશેષ દરમિયાન વિધાર્થીનીને બોલાવતા અને શારીરિક અડપલા કરતો!
પરિવારના ધ્યાને આવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી શાળાથી આવ્યા બાદ વિધાર્થીની ગુમસુમ બેસી રહેતી હતી. જેથી તેની માતાએ આ બાબતે તેને પૂછતાં દીકરીએ કહ્યું હતું કે સંગીતના શિક્ષક રણછોડ રબારી છેલ્લા કેટલાક દિવસથી તેને હેરાન પરેશાન કરે છે અને ખરાબ ખરાબ અડપલા પણ કરે છે. રિશેષ દરમિયાન વિધાર્થીનીને બોલાવતા અને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. 

ઈડલી-ડોસા વેચીને માત્ર 2 વર્ષમાં ઉભી કરી 500000000ની કંપની, કોણ છે પ્રિયંકા

પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષક રણછોડ રબારીની ધરપકડ
જો કે તેમણે અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ અડપલા કર્યા હોવાની શંકાએ પોલીસે વધુ તપાસ પણ શરુ કરી છે. આરોપી વિધાર્થીનીને ધમકી આપતો હતો કે જો આ બાબતની જાણ કોઈને કરશે તો તેને મારશે આવી ધમકી પણ આપી હતી. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે આરોપી પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષક રણછોડ રબારીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More