Home> Gujarat
Advertisement
Prev
Next

વર્ષ 2024 ની શરૂઆતમાં જ અમદાવાદ એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ, બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ

Ahmedabad Airport : SVPI એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરો અને કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર વધારો. આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)માં 41%નો ઉછાળો
 

વર્ષ 2024 ની શરૂઆતમાં જ અમદાવાદ એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ, બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ

Ahmedabad News : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી 2024માં મુસાફરોની અવરજવરમાં 2023 ની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024, ફિલ્મફેર એવોર્ડ્સ અને ઉત્તરાયણ જેવા વિવિધ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ગતિવિધીઓમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 200,199 આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી, જે ગયા વર્ષની તુલનામાં 25% વધુ છે.
 
માત્ર મુસાફરોની સંખ્યામાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)માં પણ 41%નો ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2023માં તે 1,008 થી વધીને જાન્યુઆરી 2024 માં 1,420 થઈ છે. આ વૃદ્ધિને નવા ગંતવ્યોના ઉમેરાને આભારી કહી શકાય છે. પ્રવાસીઓને લેઝર અને બિઝનેસ ટ્રાવેલ માટે એર ઈન્ડિયા દ્વારા લંડન, મલેશિયા એરલાઈન્સ દ્વારા કુઆલાલંપુર, થાઈ એરવેઝ દ્વારા બેંગકોક, એર એશિયા દ્વારા ડોન મુઆંગ (બેંગકોક), વિયેટજેટ દ્વારા હનોઈ અને હો ચી મિન્હ સિટી, અબુ ધાબી તેમજ ઈન્ડિગો દ્વારા જેદ્દાહ જેવા નવા સ્થળોના બહુવિધ વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યા છે.

fallbacks

આખા દેશમાં હાલ એક જ ચર્ચાતો વિષય : ભાજપ કોને આપશે ટિકિટ, ગુજરાતમાં આ નામ કન્ફર્મ છે
 
જાન્યુઆરી 2024માં એરપોર્ટની સુરક્ષા ટીમે 200,000 થી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સામાનના કુલ 165,830 વસ્તુઓની તપાસ કરી. પ્રતિબંધિત વસ્તુઓની તપાસ માટે 2,215 બેગની ભૌતિક તપાસ કરવામાં આવી. સૌથી સામાન્ય જોવા મળતી પ્રતિબંધિત વસ્તુઓમાં કોપરા, બેટરી સેલ અને લાઇટરનો સમાવેશ થાય છે. વિલંબ અને અસુવિધા ટાળવા માટે પ્રવાસીઓને પ્રતિબંધિત કોઈપણ વસ્તુઓથી દૂર રહેવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવી હતી.

હવે હાઉસિંગ સોસાયટીના પ્રમુખ-કમિટીની મનમાની નહિ ચાલે, વર્ષો જૂના નિયમો સરકારે બદલ્યા
 
આ જ રીતે આંતરરાષ્ટ્રીય કાર્ગોએ પણ ગતિ પકડી છે. ડેડિકેટેડ કાર્ગો ટર્મિનલ (T3) સાથે અમદાવાદ એરપોર્ટ જાન્યુઆરી 2024માં કુલ 4,251 MT કાર્ગો હેન્ડલ કરવામાં સક્ષમ રહ્યું, જે ગત વર્ષે આ મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કાર્ગો કરતાં 20% વધુ છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટે કુલ 38,218 MT આંતરરાષ્ટ્રીય કાર્ગોનું સંચાલન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી તુર્કીશ કાર્ગો દ્વારા પુનઃ શરૂ કરવામાં આવેલી કામગીરી પણ આ સિદ્ધિમાં ફાળો આપે છે.
 
પેસેન્જર્સ અને કાર્ગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે. આ વૃદ્ધિ મુસાફરોને વિવિધ પ્રવાસ વિકલ્પો, વર્લ્ડક્લાસ સુવિધાઓ અને અસાધારણ સેવાઓ પ્રદાન કરવાની એરપોર્ટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

માર્ચમાં એવો પવન ફૂંકાશે કે ગુજરાતમાં અંધારપટ છવાશે : અંબાલાલ પટેલની ભયાનક આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More