Ahmedabad Accident : અમદાવાદના રસ્તાઓ પર ફરીથી મોટા વાહનો માતેલા સાંઢની જેમ દોડી રહ્યાં છે. અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અમદાવાદના હાથીજણ પાસે હિટ એન્ડ રનના બનાવમાં બે લોકોનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે 11.00 કલાકે અમદાવાદ ગ્રામીણના હાથીજણ પાસે આવે પુષ્પક સિટી પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં પૂરપાટ જતા આઈસરે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો બીજો વ્યક્તિ કિશનસિંહ વાઘેલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પૃથ્વી પર પ્રલય આવવાની તૈયારી : તમારા ઘરની લાઈટો પણ ઉડી જશે, બ્રહ્માંડમાં હલચલ થશે
અમદાવાદમાં ફરી એકવાર રફ્તાર બની જીવલેણ : હાથીજણ પાસે હિટ એન્ડ રનમાં બે લોકોનાં મૃત્યુ..
- અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મૃત્યુ, એકનું સારવારમાં મૃત્યુ#accident #roadaccident #death #ZEE24Kalak pic.twitter.com/SllMhMCfX1
— Zee 24 Kalak (@Zee24Kalak) December 1, 2023
હાલ વિવેકાનંદ નગર પોલીસ સમગ્ર હિટ એન્ડ રનની તપાસ કરી રહી છે. પોલીસ મુજબ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને ઘટનાની તપાસ હાથ ધરી છે.
હવામાન વિભાગની આગાહી : આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયા, આ વિસ્તારોમાં આવશે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે