Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના પ્રખ્યાત બિલ્ડર અને વેપારીઓ દારૂ પીતા પકડાયા

Liquor Party : અમદાવાદના આનંદનગર પોલીસે ઝડપી પાડી દારૂની મહેફિલ.... રાજદીપ વિલા બંગલોમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં રેડ કરીને 8 લોકોને ઝડપી પાડ્યા... વિનસ બિલ્ડર ગ્રુપના પુત્રની બર્થડે પાર્ટી હતી

અમદાવાદના પ્રખ્યાત બિલ્ડર અને વેપારીઓ દારૂ પીતા પકડાયા

Ahmedabad News : અમદાવાદના આનંદ નગર પોલીસે રવિવારે રાતે દારૂની મહેફિલ પર રેડ પાડી છે. જેમાં અનેક બિલ્ડર અને વેપારીઓ દારૂ પીતા રંગે હાથ પકડાયા છે. અમદાવાદમાં વિનસ ગ્રુપ બિલ્ડરની દારૂની પાર્ટી ઝડપાઈ છે. વિનસ ગ્રુપ બિલ્ડરના પુત્રની  બર્થ ડે પાર્ટી હતી, જેમાં દારૂ પીતા પકડાયા છે. 

fallbacks

ગત મોડી રાત્રે આનંદનગર પોલીસને બાતમી મળી હતી જેમાં પ્રહલાદ નગર ગાર્ડન નજીક આવેલ રાજદીપ વિલા બંગલો નંબર 1 માં બર્થડે ની પાર્ટી ચાલી રહી છે અને જેમાં ઇંગલિશ દારૂ સેવન પણ સેવન કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે ગત મોડી રાત્રે રેડ પાડવામા આવી હતી. જેમાં આઠ લોકોને દારૂના નશામાં ઝડપી પાડયા હતા. પકડાયેલ આરોપીઓની જો વાત કરવામાં આવે તો તમામ અમદાવાદ શહેરના નામચીન બિલ્ડર અને ઉદ્યોગપતિઓ હતા.

ગરીબ પરિવારનો દીપક બુઝાયો: લૂંટારુઓએ જે બેગ લૂંટી તેમાં યુવકના ઈન્ટરવ્યૂના કાગળ હતા

પકડાયેલા આરોપીઓની વાત કરીએ તો 
1. નવીન અશોક વાસવાની 
2. કપિલ દિલીપ વાસવાણી 
3. હરિજિત શ્યામ ગુલબાની 
4. પ્રવીણ તારાચંદ મહેતાણી 
5. દીપ અનિલ ઠક્કર 
6. નિખિલ અજીત મહેતાણી
7. રાહુલ ભીમજી વાઘેલા 
8. જય જયંતી 

સુરતના બે યુવકો જિંદગી હાર્યા : પુત્રની છઠ્ઠીના પ્રસંગમા નાચતા યુવકનું મોત

ઉલ્લેખનીય છે કે, વિનસ ગ્રુપ બિલ્ડરના માલિકે પોતાના પુત્રની બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતું, જેમાં અનેક મોટા લોકોને આમંત્રિત કર્યા હતા. આ બર્થડે પાર્ટીમાં દારૂ પીરસાયો હતો. પ્રહલાદ નગર ગાર્ડન નજીક આવેલા રાજદીપ વિલા બંગલો 1 માં પાર્ટીનું આયોજન કરાયુ હતું. બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જેમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. આનંદ નગર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. દારૂનો નશો કરેલી હાલતમાં 8 આરોપીઓ ઝડપાયા છે. વિનસ ગ્રુપ બિલ્ડરના નશાબાજ નબીરાની દારૂની મહેફિલ ઝડપાઈ છે. વિનસ ગ્રુપના નબીરાએ બર્થ ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ યોજી હતી. 

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ હતી. જેમાં મોંઘા વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા હતા. આ મહેફિલમાં વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી.

ગુજરાતની બે શહેરના લોકો માટે આનંદના સમાચાર, સરકારે આપી આ મંજૂરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More