ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં જૈન સમાજે (Jain Samaj) સુવર્ણ ઇતિહાસ લખ્યો છે. એક સાથે 74 મુમુક્ષુની વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. ખાસ વાત તો એ છે કે, 8 પરિવારો એવા છે જેમના સભ્યોના દીક્ષા લેવાથી તેમના પરિવારમાં તાળા લાગશે. આ પરિવારના તમામ સભ્યો સંયમના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. આ પરિવારો સુરત, મુંબઈ, અમદાવાદના છે.
કયા કયા પરિવારોએ દીક્ષા લીધી
આમ, આ તમામ પરિવારોમાં હવે કોઈ બચ્યુ નથી, તમામ સભ્યો સંયમના માર્ગે જવાનું નક્કી કરી લીધું છે. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીના મહાભિનિષ્ક્રમણની ભવ્ય ઉજવણી અંતર્ગત અમદાવાદમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં ભવ્ય વર્ષીદાનની શોભાયાત્રા રવિવારે યોજાઇ હતી. આ શોભાયાત્રામાં સામેલ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બર સુરતમાં દીક્ષા ગ્રહણ કરીને ઇતિહાસ રચશે. જૈન શાસનના વિજય માર્ગની વિજય ધ્વજા લહેરાવતી અનેક વિશિષ્ટતાઓ સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સવારે 10 કલાકે અમદાવાદ શહેરના ઉસ્માનપુરા સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી શોભાયાત્રા યોજાઈ હતી. હવે આગામી 27 ઓક્ટોબરે હિંમતનગરમાં તમામ મુમુક્ષો નો વર્ષીદાનનો વરઘોડો યોજાશે. ત્યારબાદ 29 નવેમ્બરે સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી ની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે