Home> Gujarat
Advertisement
Prev
Next

પતિથી અલગ રહેતી મહિલાને યુવક સાથેની Friendship ભારે પડી, દિકરી માથે તૂટી પડ્યો દુખનો પહાડ

આરોપી સ્ત્રી મહિલાના ઘરે 14 વર્ષીય દીકરીને એક્ટિવા શીખવાડવા લઈ જવાનું કહી નીકળ્યો બાદમાં સાંજે સાતેક વાગ્યે આવીને સગીરાને પરત મૂકી ગયો હતો. જોકે કેતન મહિલાના ઘરેથી ગયો બાદમાં સગીરા તેની માતા સમક્ષ રડવા લાગી.

પતિથી અલગ રહેતી મહિલાને યુવક સાથેની Friendship ભારે પડી, દિકરી માથે તૂટી પડ્યો દુખનો પહાડ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં પતિથી અલગ રહેતી મહિલાએ એક વ્યક્તિ સાથે મિત્રતા કરી પણ આ પાપીનું પાપ મહિલાની દીકરીને ભોગવવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. પતિ સાથે બનતું ન હોવાથી એક મહિલાએ અન્ય એક વ્યક્તિ સાથે મિત્રતા કરી. મિત્રતા કરીને મહિલાના ઘરે અવર જવર કરનાર હેવાન એ મહિલાની જ સગીર વયની દીકરીને હવસ (Rape) નો શિકાર બનાવી હતી.

fallbacks

આરોપી કેતન પટેલ (Ketan Patel) ને કસ્ટડીમાં લીધો છે. આરોપી કેતન પટેલ પર લાગ્યો છે બળાત્કારનો આરોપ. આરોપી સ્ત્રી મહિલાના ઘરે 14 વર્ષીય દીકરીને એક્ટિવા શીખવાડવા લઈ જવાનું કહી નીકળ્યો બાદમાં સાંજે સાતેક વાગ્યે આવીને સગીરાને પરત મૂકી ગયો હતો. જોકે કેતન મહિલાના ઘરેથી ગયો બાદમાં સગીરા તેની માતા સમક્ષ રડવા લાગી હતી. જેથી તેની માતાએ પૂછતાં તેણે કહ્યું કે કેતન અંકલ એક્ટિવા શીખવાડવા માટે ફ્લેટ પાસે લઈ ગયા અને ત્રણેક ચક્કર મરાવી નારોલ થઈ મકરબા લઈ જઈ એક મકાનમાં દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસે આરોપી કેતન સામે ગુનો નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી હતી . 

પોલીસમાં ભરતી અંગે ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાતઃ આગામી 100 દિવસમાં 27,847 જગ્યાઓ પર કરાશે ભરતી

આ અંગે સરખેજ (Sarkhej) પોલીસ ઇન્સ્પેક્ટર એસ જી દેસાઈ એ જણાવ્યું હતું કે તપાસ કરતા હકીકત સામે આવી કે મૂળ બિહારની અને અમદાવાદમાં રહેતી 36 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ ઘીકાંટા કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તેનો પતિ સુરત (Surat) ખાતે પાંચ વર્ષથી અલગ રહેતો હતો અને મહિલાને આ કેતન પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી. જેથી આ કેતન મહિલાના ઘરમાં અવર જવર કરતો અને તેનો લાભ લઇ આરોપીએ મહિલાની દીકરીને હવસ નો શિકાર બનાવી હતી. હાલ તો સરખેજ પોલીસે ફરિયાદના ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી. પણ પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને મેડિકલ પુરાવા આધારે આગળની તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More