અમદાવાદ :ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે. અમદાવાદ પોલીસ દ્વારા આજે રથયાત્રા બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું છે. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પગપાળા નીકળ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સાથે ફરીને તેમણે સુરક્ષાની સમીક્ષા કરી હતી. ત્યારે મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ હતું. તો તેમના પર પુષ્પ ઉડાવવામાં આવ્યા હતા.
રથયાત્રા પહેલા આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યુ છે. ગ્રાન્ડ રિહર્સલ કરવાનો હેતુ એ હોય છે કે પ્લાનિંગમાં કોઈ ખામી હોય તો તેને ત્વરિત દૂર કરી શકાય. જેથી 1 જુલાઈએ રથયાત્રા કોઈ પણ સમસ્યા વગર નીકળી શકે. રથયાત્રાના સુચારુ આયોજન અને કાયદો વ્યવસ્થા અંગે પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયુ છે. પહેલીવાર પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામા આવનાર છે. આ વખતે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવાયા છે.
રથયાત્રા બંદોબસ્તમાં તૈનાત પોલીસ
અમદાવાદમાં 145મી રથયાત્રા પૂર્વે પોલીસે કર્યું સિક્યોરિટી રિહર્સલ, જુઓ ડ્રોન વિઝ્યુઅલ #Ahmedabad #RathYatra #RathYatra2022 pic.twitter.com/WLzdTWk1rj
— Zee 24 Kalak (@Zee24Kalak) June 28, 2022
145 મી રથયાત્રા ને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યુ કે, આજે રિહર્સલ કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓએ તેમાં જોડાયા હતા. રૂટમાં આવતા તમામ પોઈન્ટ ચેક કરવામાં આવ્યા છે. જેથી કોઈ ત્રુટીઓ હશે તે દૂર કરવામાં આવશે. આજે હોમ મિનિસ્ટર પણ નિરીક્ષણ કરવાના છે. સેન્સેટિવ વિસ્તારમાં જઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ચાલતા જઈને નિરીક્ષણ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે