Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: અંગત અદાવતમાં અપહરણ બાદ હત્યા કરનારા 4 શખ્સોની અટકાયત

શહેરના પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા ઠાકોરવાસમાં રહેતા અને ધોબી તરીકે કામ કરતા કાળુભાઈ નામના શખ્સની અપહરણ બાદ હત્યા કરી મૃતદેહ ઇસનપુર પાસે જાળીઓમાં નાખી દેવામાં આવ્યો. જોકે ગણતરીના કલાકોમાં હત્યારા ચારેય આરોપીને ઝડપી લીધા છે.
 

અમદાવાદ: અંગત અદાવતમાં અપહરણ બાદ હત્યા કરનારા 4 શખ્સોની અટકાયત

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા ઠાકોરવાસમાં રહેતા અને ધોબી તરીકે કામ કરતા કાળુભાઈ નામના શખ્સની અપહરણ બાદ હત્યા કરી મૃતદેહ ઇસનપુર પાસે જાળીઓમાં નાખી દેવામાં આવ્યો. જોકે ગણતરીના કલાકોમાં હત્યારા ચારેય આરોપીને ઝડપી લીધા છે.

fallbacks

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક આવેલા ઠાકોરવાસમાં રહેતા અને ધોબી તરીકે કામ કરતા કાળુભાઈ ધોબીનુ અપહરણ બાદ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતકના પરિવારે ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક કાળુભાઈ અને આરોપીઓ વચ્ચે ધોબીકામને લઈને ઝગડો ચાલતો હતો. તેમજ મૃતક કાળુભાઈ આરોપીની બહેન વિશે બિભસ્ત વાતો કરતો આ જ વાતની અદાવત રાખી રાત્રે હેમંત અને તેની સાથે બીજા 2 લોકો આવી અને બાઈક પર તેનુ અપહરણ કરી લઈ ગયા હતા.

અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ

કાળુભાઈનુ અપરહરણ થતા તેમના પરિવારજનો સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોચ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ ફરિયાદીને સાથે રાખીને ચાર શકમંદ પુરણ ધોબી, હેમંત ઉર્ફે નાનકો, અજય ઝાલા, ધીરુ પાંડેની શોધખોળ શરૂ કરી હતી.

આ કારણે 70 વર્ષોથી ગરીબોને સેવા આપતી અમદાવાદની વી.એસ હોસ્પિટલ બની દર્દી વિહોણી

કાળુભાઈની શોધખોડ કરતા પોલીસ આરોપી પૂરણભાઈના ત્યાં પહોચી પરંતુ અપહરણ કરનાર હેમંત ધરે હાજર ન હતો. કાળુભાઈનુ અપહરણ કર્યા બાદ હેમંત અને અન્ય બે શખ્સોએ તેમને લાકડીથી ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેમને ઈસનપુર બ્રિજ નીચે મુકી ફરાર થઈ ગયા હતા. જ્યાં સવારે પોલીસને કાળુભાઈની લાશ મળી આવી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે આ કેસમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More