મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા ચંદ્રેશ સ્ટુડિયો નજીક આવેલી ફરસાણની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફરસાણની દુકાનમાં લાગવાની ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી સતત પાણીનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં આગથી બે વ્યક્તિઓ દાજ્યા હતા. ફાયર ફાયટરો દ્વારા આગના કારણે ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે