Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: સ્ત્રીવેશમાં યુવક લેડીઝ પાર્લરમાં ઘુસી ગયો અને કહ્યું કામ શરૂ કરો અને પછી...

એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સાઉથ બોપલનાં એક બ્યુટી પાર્લરમાં કુર્તિ અને પ્લાઝો પહેરીને એક યુવક ઘુસી ગયો હતો. એટલેથી અટકાવા બદલે તેને મહિલાને એકલામાં વાત કરવા માટે બહાર બોલાવી અને હાથ પકડીને મોઢુ દબાવી દીધું હતું. મોડા પર નકાબ અને સ્ત્રીના કપડા પહેર્યા હોવાના કારણે તેની ઓળખ થઇ શકી નહોતી. જો કે આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પોલીસે હવે આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. 

અમદાવાદ: સ્ત્રીવેશમાં યુવક લેડીઝ પાર્લરમાં ઘુસી ગયો અને કહ્યું કામ શરૂ કરો અને પછી...

અમદાવાદ : એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સાઉથ બોપલનાં એક બ્યુટી પાર્લરમાં કુર્તિ અને પ્લાઝો પહેરીને એક યુવક ઘુસી ગયો હતો. એટલેથી અટકાવા બદલે તેને મહિલાને એકલામાં વાત કરવા માટે બહાર બોલાવી અને હાથ પકડીને મોઢુ દબાવી દીધું હતું. મોડા પર નકાબ અને સ્ત્રીના કપડા પહેર્યા હોવાના કારણે તેની ઓળખ થઇ શકી નહોતી. જો કે આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પોલીસે હવે આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. 

fallbacks

લવ જેહાદનો કાયદો તો લાવો જ પરંતુ સાથે આદિવાસી દિકરીઓનાં વેચાણને પણ અટકાવો: વસાવા

ઘુમા ગામમાં રહેતી 33 વર્ષીય યુવતી સાઉથ બોપલમાં બ્યુટી પાર્લર ચલાવે છે. તેના પાર્લરમાં અન્ય મહિલા હાજર હતી. પોતાનું કામ પતાવી આ મહિલા પાર્લરમાં બેઠી હતી, ત્યારે અચાનક કોઇ અજાણી મહિલા આવી પહોંચી હતી. જેણે મોઢા પર માસ્ક અને દુપટ્ટો પહેરેલો હતો. આ મહિલાએ સફેદ કુરતી અને કાળા રંગનો પ્લાઝો પહેર્યો હતો. આ મહિલાની વાતચીત પરથી તેનો અવાજ પુરૂષ જેવો લાગ્યો હતો. આ ઉપરાંત કપાળમાં રહેતા વાળ પરથી પણ તે પુરૂષ હોવાનું લાગ્યું હતું.

Gujarat Corona Update: રાજ્યમાં નવા 1110, 1236 સાજા થયા, 11 દર્દીઓનાં મોત

જો કે આ મહિલાને પાર્લર માલિક યુવતીએ પુછ્યું કે પહેલા તમારો ચહેરો દેખાડો તો તે યુવતીએ પહેલા આનાકાની કરી હતી. ત્યાર બાદ પાર્લર માલિક યુવતીને ખુણામાં લઇ જઇને તેનું મોઢુ દબાવી દીધું હતું. પછી ભાગી છુટ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના પાર્લરમાં રહેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. આ સમગ્ર મુદ્દે હાલ પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ પણ થોડા સમય માટે આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. આ યુવકનો ઇરાદો શું હતો તે અંગે તપાસ કરી રહી છે. જો કે સૌથી પહેલા આ યુવકને પકડવા માટે સીસીટીવીના પ્રયાસો આદર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More