અમિત રાજપુત/અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં એક હિચકારી ઘટના સામે આવી છે. સામાન્ય તકરારમાં પંકજ પાટીલ નામના યુવાનને જીવતો સળગાવ્યો હતો. યુવક ગંભીર રીતે દાજી જતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઇસનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીની ફરાર આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ઇસનપુર ઉજાલા સોસાયટીમાં રહેતા પંકજ પાટીલ નામના યુવાકને શનિવારે રાતે તેની સોસાયટીની બહાર પાર્ક કરેલી બાઈક પાસે ગયો અને બાઈક પર બાજુની નિર્મલકુંજ સોસાયટીમાં રહેતા પ્રદીપ અમરસિંગ કોરી અમે નરેશ અમરસિંગ કોરી નામના બે ભાઈ બેઠા હતા અને પેટ્રોલ કાઢતા હતા. બાઈકમાંથી પેટ્રોલ કેમ કાઢ્યું તેમ કહેતા તકરાર થઇ હતી.
પંકજે પ્રદીપને લાફો મારતા બને ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી ચાલુ કરી હતી. પંકજના પરિવારના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. દરમિયાનમાં પ્રદીપ કેરોસીનનું ડબલુ લઈ આવ્યો હતો અને પંકજ પર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. આગથી પંકજ સળગવા લાગતા લોકોએ માટી અને ધાબળાથી આગ બુઝાવી 108માં સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પંકજનું 85 ટકા શરીર દાઝી ગયું હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે