Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: પ્રેમમાં પાગલ યુવાને પ્રેમિકાના ઘરે જઇને કર્યું એવું કામ પ્રેમિકાને તેના પિતા ઝેલમાં પહોંચી ગયા

પ્રેમપ્રકરણમાં યુવકે યુવતીના ઘરે જ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના પગલે પોલીસે યુવતી અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમ પ્રકરણાં પોતાનું જીવન ટુંકાવ્યું છે 18 વર્ષીય સિલ્વા કુમાર નામનો યુવક દિગ્વિજયસિમન ફેક્ટરી પાસે પ્રેમિકાના ઘરે મળવા માટે પહોંચ્યો હતો. દરમિયાન યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા આ અંગે પરિવારજનો દ્વારા સંબંધ મંજુર નહી હોવાના કારણે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

AHMEDABAD: પ્રેમમાં પાગલ યુવાને પ્રેમિકાના ઘરે જઇને કર્યું એવું કામ પ્રેમિકાને તેના પિતા ઝેલમાં પહોંચી ગયા

મૌલિક ધામેચા/અમદાવાદ : પ્રેમપ્રકરણમાં યુવકે યુવતીના ઘરે જ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના પગલે પોલીસે યુવતી અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમ પ્રકરણાં પોતાનું જીવન ટુંકાવ્યું છે 18 વર્ષીય સિલ્વા કુમાર નામનો યુવક દિગ્વિજયસિમન ફેક્ટરી પાસે પ્રેમિકાના ઘરે મળવા માટે પહોંચ્યો હતો. દરમિયાન યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા આ અંગે પરિવારજનો દ્વારા સંબંધ મંજુર નહી હોવાના કારણે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

fallbacks

અશાંત વિસ્તાર મિલકતની ખરીદ- વેચાણની જોગવાઇઓમાં  સુધારો કરતું વિધેયક પસાર થયું

યુવકે જો કે પોતાની પ્રેમિકાને પરણવા મુદ્દે ભારે ધમાલ મચાવવામાં આવી હતી. જેના પગલે સમગ્ર મામલો વણસ્યો હતો. યુવક દ્વારા યુવતિના પરિવારને ધમકી આપવામાં આવી હતી કે, જો તમે તમારી દિકરીના લગ્ન મારે સાથે નહી કરાવો તો હું આત્મહત્યા કરી લઇશ. જેના પગલે યુવતીનાં પરિવાર દ્વારા આત્મહત્યાની દુષ્પ્રેરણા આપતા કહ્યું કે તારામાં તાકાત હોય તો આત્મહત્યા કરી બતાવ. તું માત્ર વાતો કરે છે કંઇ કરીશ નહી. આવું કહેતા યુવકને લાગી આવ્યું હતું. 

AHMEDABAD: પોલીસ સ્ટેશનમાં આવી એક યુવકે કહ્યું મે હત્યા કરી છે, પછી થઇ ધમાચકડી...

જો કે યુવકને આ મુદ્દે માઠુ લાગતા તેણે યુવતીનાં ઘર નજીક જ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને ઉતારીને પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું જ સામે આવ્યું છે. જો કે યુવકનાં પરિવારનો આક્ષેપ છે કે, યુવતીના પરિવાર દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી છે. હાલ તો પોલીસે પરિવારની માંગને ધ્યાને રાખીને યુવતી તથા યુવતીના પિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More