ઉદય રંજન/અમદાવાદ : શહેરની યુવતીને પિતા સાથે ઝગડો કરી ઘર છોડી દેવાનું ભારે પડ્યું છે. પૂર્વ પ્રેમીએ યુવતીને રાજસ્થાન ચાકુની અણીએ અપહરણ કરી રાજસ્થાનમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વાત છે અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારની ગત મેં માસ વર્ષ 2021 ના એક યુવતી પોતાના પિતા સાથે નજીવી બાબતે ઝઘડો કરી ઘર છોડીને પોતાની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. જ્યાં ધર્મેન્દ્ર ગોસ્વામી નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને અલગ પણ થઇ ચુક્યા હતા પણ 14 દિવસ પહેલા પ્રેમી ધર્મેન્દ્ર ગોસ્વામીને મળવા માટે આ યુવતી ગઈ હતી.
EXCLUSIVE: ગુજરાત પોલીસમાં ગ્રેડ પે અંગે સૌથી મોટા સમાચાર, બ્રિજેશ ઝાએ કરી પત્રકાર પરિષદ
પ્રેમી ધર્મેન્દ્ર ગોસ્વામીએ યુવતી ને ડરાવી ધમકાવી અને ચાકુની અણીએ અપહરણ કરી રાજસ્થાન લઇ જઈ અને અલગ અલગ સ્થળ પર ગોંધી રાખીને બળાત્કાર ગુજાર્યો હતો. અમદાવાદની યુવતી રાજસ્થાનમાં ફસાઈ હતી ત્યારે થોડા દિવસ પહેલા યુવતીને મોક્કો મળતાની સાથે જ પોતાના પરિવારને ટેલિફોન કરીને માહિતી આપી હતી કે યુવતી ક્યાં છે? જેના પગલે પોલીસનો સંપર્ક કરતા જ પોલીસ હરકતમાં આવી હતી.
કોરોના કાળમાં ખાનગી ડોક્ટર્સે ખાતર પાડ્યું છે? જનતા પાસેથી 1800 કરોડ ખંખેરી લીધા: યોગેશ પટેલ
નારોલ પોલીસની એક ટીમ તાત્કાલિક પરિવાર સાથે રાજસ્થાન ખાતે પહોંચી હતી. પ્રેમી ધમેન્દ્ર ગોસ્વામીના જાસામાંથી મુક્ત કરાવી હતી. નારોલ પોલીસે આરોપી પ્રેમી ધર્મેન્દ્ર ગોસ્વામીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે, ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધર્મેન્દ્ર ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જેમાં ઓઢવ પોલીસ સ્ટેશન અને રામોલ પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી, મારા મારી સહીત બળત્કારના ગુનામાં અગાઉ પણ પકડાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે