Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: ઓનર કિલિંગમાં યુવકની હત્યા, ચાર દિવસ સુધી શોધી ત્યારે મૃતદેહ મળ્યો

કૃષ્ણનગર વિસ્તારમાંથી પ્રેમી યુવકનું સગીરા પ્રેમીકાના પરિવારે અપહરણ કરી હત્યા કરી હતી. ત્યારબાદ કોઇને જાણ ન થાય તે માટે લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારે હત્યાના ચાર દિવસ બાદ લાશ જ્યાંથી ફેંકી હતી ત્યાંથી 32 કિમી. દૂર ઠાસરા પાસેથી મળી આવી. મૃતકના પિતાએ લાશની કપડાં અને વસ્તુઓ પરથી ઓળખ કરી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને કૃષ્ણનગર પોલીસે ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી બાઇક શોધવા પ્રયાસ કર્યા.

અમદાવાદ: ઓનર કિલિંગમાં યુવકની હત્યા, ચાર દિવસ સુધી શોધી ત્યારે મૃતદેહ મળ્યો

મૌલિક ધામેચા/અમદાવાદ : કૃષ્ણનગર વિસ્તારમાંથી પ્રેમી યુવકનું સગીરા પ્રેમીકાના પરિવારે અપહરણ કરી હત્યા કરી હતી. ત્યારબાદ કોઇને જાણ ન થાય તે માટે લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારે હત્યાના ચાર દિવસ બાદ લાશ જ્યાંથી ફેંકી હતી ત્યાંથી 32 કિમી. દૂર ઠાસરા પાસેથી મળી આવી. મૃતકના પિતાએ લાશની કપડાં અને વસ્તુઓ પરથી ઓળખ કરી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને કૃષ્ણનગર પોલીસે ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી બાઇક શોધવા પ્રયાસ કર્યા.

fallbacks

વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હો તો ધ્યાન રાખજો ઠગ ભટકાઇ ન જાય, લાખોની ઠગાઇ આચરી !

જિજ્ઞેશ સિંહ નામના યુવકનું સગીર પ્રેમીકાના પરિવારે કૃષ્ણનગર વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું. ત્યારબાદ  જિજ્ઞેશ સાથે મારઝૂડ કરી હતી. ગળુ દબાવી તેની હત્યા કરી દીધી હતી. કોઇને આ અંગે જાણ ન થાય તે માટે સગીરાના પરિવારે જિજ્ઞેશને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. આ મામલે પોલીસે તપાસ કરી ડભોડા નજીક મેદરા ગામમાં રહેતા સગીરાના કાકા દિલિપસિંહ પરમાર, પિતા છત્રસિંહ પરમાર, પિતરાઈભાઈ અજિત સિંહ બીબોલા અને માતા વિભાબેન છત્રસિંહ પરમારની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીઓના વિવિધ મુદ્દે તપાસ કરવા પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, કેસ માટે લાશ મહત્ત્વની હોવાથી છેલ્લા ચાર દિવસથી કૃષ્ણનગર પોલીસ લાશની શોધખોળ માટે કેનાલની આસપાસ તપાસ કરી રહી હતી. 

Gujarat Corona Update: નવા 263 કેસ, 271 દર્દી રિકવર થયા, 11 જિલ્લામાં એક પણ કેસ નહી

ચાર દિવસની મહેનત બાદ લાશ તો મળી આવી છે. ફાયર બ્રિગેડની મદદ લઇ લાશ બહાર કાઢવામાં આવી હતી. પિતાએ પુત્રની જ લાશ ઓળખી કાઢી. આ કેસમાં જિજ્ઞેશનું બાઇક લઇ તેને રસ્તા પર મુકનાર આરોપીની પણ ધરપકડ કરાઈ છે. આરોપીએ જ્યાંથી જિજ્ઞેશને કેનાલમાં ફેંક્યો હતો ત્યાંથી 32 કિ.મી. દૂર લાશ મળી આવી છે. પણ હજુય જીજ્ઞેશસિંહ નું બાઇક નથી મળતું જેને લઈને ફાયર બ્રિગેડની મદદ લઈને કેનાલ પર સર્ચ કરાઈ રહ્યું છે. જીજ્ઞેશની લાશ શોધતી વખતે અન્ય એક યુવકની પણ લાશ મળી હતી. તે અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે રિમાન્ડ દરમિયાન હું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More